મુળ માલીકને સોનાના દાગીના શોધી પરત અપાવતી માંડવી પોલીસ

 મુળ માલીકને સોનાના દાગીના શોધી પરત અપાવતી માંડવી પોલીસ

માંડવી કચ્છ :- માંડવી શહેરના રહીશ અમીતાબેન આશીસભાઇ શાહનાઓ ગઇ કાલ તા.૨૭/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા સ્વામીનારાયણ મંદીર માંડવી ખાતે પાર્કીંગ માથી ફોર વ્હીલ ગાડી લેવા માટે ગયેલ હતા પોતાનો સોનાના દાગીના રાખેલ થેલો પાર્કીંગમાં ભુલી ગયેલ હતા અને તેઓએ આઅંગે સવારના માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોલીસને ઉપરોકત હકીકતની જાણ કરતા તુંરત જ માંડવી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.જે.ચૌહાણ સાહેબ દ્વારા શ્યાજીકૃષ્ણ વર્મા ચોકીના સ્ટાફના કર્મચારીઓ સોનાના દાગીના ભરેલ થેલો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સોનાના દાગીના ભરેલ થેલો માંડવી સ્વામીનારાયણ મંદીર પાર્કીગમા મહેસાણાના રહેવાસી ફુલજીભાઇ ચૌધરી નાઓને થેલા બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે પાર્કીંગ માથી મને એક થેલો મળેલ છે તે થેલો કોનો છે તેની મને ખબર નથી તેમ જણાવતા હોય જેથી થેલો પોલીસ સ્ટેશન ખાતે લાવી ચેક કરતા તેનામા 

સોનાના દાગીના (૧)મંગલ સુત્ર નંગ-૧(૨)પાટલા નંગ-૨,તથા(૩)લક્કી નંગ-૧,તથા(૪)વીટીં નંગ-૧,તથા (૫)ચેઇન નંગ-૧(૬) બુટીયા જોડ-૧ આસરે કી.રૂા.૬,૦૦,૦૦૦/-ના

સોનાના દાગીના મળી આવેલ જે મુળ માલીકને સંપર્ક કરી પરત આપવા આવ્યા.

ઉપરોક્ત કામગીરીમાં એ.જે.ચૌહાણ,પોલીસ ઇન્સ્પેકટર, તથા પો.હેડ.કોન્સ. નિલેશકુમાર પ્રેમજીભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ. દીલીપ કુમાર લેબાભાઇ ડામોર તથા પો.હેડ.કોન્સ. લીલાભાઇદેસાઇતથા પો.કોન્સ.દીનેશભાઇ ચૌધરીએ રીતેનાપોલીસસ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain