ભચાઉ પોલીસ મથકે પરેડ અને પોલીસ દરબાર નુ આયોજન કરવામાં આવ્યું

 ભચાઉ પોલીસ મથકે પરેડ અને પોલીસ દરબાર નુ આયોજન કરવામાં આવ્યું

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ ના ભચાઉ ડીવીઝન હેઠળ આવતા ભચાઉ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સપેકશન પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા બે દિવસ સુધી ચાલ્યું હતું જેમાં આંબરડી ઓપી નેર બંધડી ગામ ની મુલાકાત તથા ભચાઉ ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી 

તો આજે સવારે ભચાઉ પોલીસ સ્ટેશન ના પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક પોલીસ પરેડ પોલીસ દરબાર પોલીસ મથક ના રજીસ્ટર ની તપાસ તથા પોલીસ લાઇન ની મુલાકાત એસપી મહેન્દ્ર બગડીયા એ લીધી હતી અને પોલીસ પરિવાર ના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી ઉપરાંત ભચાઉ શહેર ના અનુસુચિત જાતિ ના મહોલ્લા ની મુલાકાત લીધી હતી ચોબારી ઓપી ની મુલાકાત લીધી હતી અને ચોબારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો સાથે ગોષ્ઠી કરી હતી ઉપરાંત ભચાઉ તાલુકાના ટ્રાન્સપોર્ટરો તથા ટ્રક ચાલકો સાથે એસપી એ ચર્ચા કરી હતી 

આ તમામ મુલાકાત દરમિયાન લોકો ને એસપી એ ભાઈચારાની ભાવના તમામ જાતિના લોકો સાથે રાખવા અપીલ કરી હતી તેમજ વ્યાજખોરો થી દૂર રહેવા સાયબર ક્રાઇમ તથા ઓનલાઈન રમતો તથા સોશ્યલ નેટવર્ક થી દૂર રહેવા અનુરોધ કર્યો હતો એસપી એ ભચાઉ પોલીસ ના કાયદો અને વ્યવસ્થા અંગે લોકોને પ્રશ્ર્નો કર્યા હતા ત્યારે ગામ લોકો અને આગેવાનો એ ભચાઉ પોલીસ ની સુંદર કામગીરી તથા અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા માટે ધન્યવાદ આપ્યા હતા તે બદલ એસપી અને પોલીસ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું 

આ તમામ મુલાકાત દરમિયાન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પોલીસ ઈન્સ્પેક્ટર એ બી પટેલ પીએસઆઇ આર જે સિસોદીયા પી. એન. ગમાર એન. પી ગૌસ્વામી રિડર પીએસઆઇ વી એ ઝા હરપાલસિંહ રાણા દુર્ગાદાન ગઢવી રતનગીરી ગૌસ્વામી સામળાભાઈ ચૌધરી મહિપતસિંહ ચુડાસમા સરતાણ પટેલ વિષણુદાન ગઢવી અરવિંદ ભાઈ સિંઘલ બળદેવસિંહ જાડેજા રામજી મેરીયા લાલજી વરચંદ આમદભાઈ ઘાંચી વિશાભાઈ રબારી વેલજીભાઇ ઢીલા અલી અકબરશા સલીમ ભાઈ રાજેશ ભાઈ ઢીલા મોહનભાઇ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ બે દિવસ સુધી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ ભચાઉ પોલીસ મથક નું વાર્ષિક ઈન્સપેકશન યોજાયું હતું 

જેમાં ચોબારી તથા અન્ય સ્થળોએ ભુકંપ દરમિયાન  પોલીસ આઉટ પોસ્ટ ના મકાનો પડી ગયા છે જે હજુ સુધી કોઈ પણ સ્થળે બનાવવા મા આવ્યા નથી તો બનાવી જે તે ગામો એ ઓપી કાર્યરત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જે અંગે એસપી એ ઘટતું કરવા માટે ખાતરી આપી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain