કંડલા પોર્ટમાં મહાકાય ક્રેન સામસામે ટકરાયાં

 કંડલા પોર્ટમાં મહાકાય ક્રેન સામસામે ટકરાયાં

કચ્છભરમાં ભારે ભવન સાથે વરસાદ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે આજે બપોરે અચાનક કચ્છનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંય કરા સાથે પણ વરસાદ થયો હોવાનું સામે આવ્યુ હતું. પૂર્વ કચ્છનાં ગાંધીધામ, આદિપુર, કંડલા, અંજારનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનનાં કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હતા.

કંડલા પોર્ટમાં મહાકાય ક્રેન સામસામે ટકરાયાં ભારે પવન સાથે વરસાદ પડતા કંડલા પોર્ટ પર ક્રેનો આપોઆપ ખસકી હતી અને પવનના જોરથી ચાર ક્રેન એકબીજા સાથે ટકરાઈ હતી. જોકે કાર્ગો હેલ્લીંગ ન હોવાના લીધે મોટી નુકશાની ટળી હતી. કંડલામાં આવેલ કસ્ટમ હાઉસની ઇમારતના પતરા ઉડ્યા હતા અને ગાંધીધામના ટાગોર રોડ પર પણ વિજપોલ ધરાસાયી થયા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain