ભચાઉ પો.સ્ટે.પ્રોહીબીશનના ગુના કામેના છેલ્લા દોઠેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગાગોદર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગનાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૯૭/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી)૮૧,૯૮(૨) મુજબના ગુના કામે છેલ્લા દોઠેક વર્ષથી નાસતા ફરતા આરોપી અરવિંદ રામજી કોલી રહે.મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર હાલે રહે.નવી ભચાઉ તા.ભચાઉ વાળો સોમાણીવાંઢથી કીડીયાનગર ગામ બાજુ પગે ચાલીને આવી રહેલ છે જે બાતમી હકીકત આધારે કીડીયાનગરથી આગળ ફાટલ ધાર પાસેથી મજકુર ઇસમને પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી: (૧) અરવિંદ રામજી કોલી રહે.મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર હાલે રહે.નવી ભચાઉ તા.ભચાઉ
ગુનાહીત ઇતિહાસ: ભચાઉ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૯૭/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી)૮૧,૯૮(૨) મુજબ આ કામગીરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા ગાગોદર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Post a Comment