આખલા માલિક અને ગાંધીધામ નગરપાલિકાના જવાબદારો સામે ગુનો નોંધાયો

 આખલા માલિક અને ગાંધીધામ નગરપાલિકાના જવાબદારો સામે ગુનો નોંધાયો

ગાંધીધામ: ગઈકાલે ગાંધીધામના સુંદરપુરીમાં રખડતા આખલાએ વૃદ્ધને હડફેટે લેતાં મોત થયું હતું. જે બાદ પરિવારજનો દ્વારા મોડી રાત્રી સુધી રામબાગ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા હતા. જે બાદ પોલીસે હકારાત્મક અભિગમ દાખવ્યા બાદ મૃતદેહને સ્વીકાર કરાયો હતો. જેમાં આખલાના માલિક અને ગાંધીધામ નગરપાલિકાના જવાબદારો સામે ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મોહનભાઈ જામાભાઈ વણકરે જણાવ્યું હતું કે, સોમવારે સવારે ૯ વાગ્યાના અરસામાં સુંદરપુરીમાં આવેલ ઘરની આગળ ત્રિકમ સાહેબના ચોમમાં આખલાએ તેમના પિતા જામાભાઈને શિગડુ મારેલ છે અને તેમને ઈજાઓ થતાં રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેથી તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યા તેમના પિતાની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયેલ હતું. જેથી આખલાના માલિક અને નગરપાલિકાના જવાબદાર અધિકારી ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મોહનભાઈ જામાભાઈ વણકરે જણાવ્યું હતું કે, સોમવારે સવારે ૯ વાગ્યાના અરસામાં સુંદરપુરીમાં આવેલ ઘરની આગળ ત્રિકમ સાહેબના ચોમમાં આખલાએ તેમના પિતા જામાભાઈને શિગડુ મારેલ છે અને તેમને ઈજાઓ થતાં રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેથી તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યા તેમના પિતાની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયેલ હતું. જેથી આખલાના માલિક અને નગરપાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓએ ઢોર પકડવાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain