વર્ષ ૨૦૨૧-૨૨ માં કચ્છ જીલ્લા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પસંદગીમાં લાગવગ અને ભ્રષ્ટાચાર આચરી ઉપલબ્ધ રેકર્ડ વિના જ નિર્ણાયકો દ્વારા માર્ક્સ આપીને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા

 વર્ષ ૨૦૨૧-૨૨ માં કચ્છ જીલ્લા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પસંદગીમાં લાગવગ અને ભ્રષ્ટાચાર આચરી ઉપલબ્ધ રેકર્ડ વિના જ નિર્ણાયકો દ્વારા માર્ક્સ આપીને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા.


વર્ષ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પસંદગી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજ ખાતેથી વર્ષ ૨૦૧૯ના ઠરાવને આધારે તા: ૨૬-૦૫-૨૦૨૨ના પત્ર લખીને દરખાસ્ત મંગાવવામાં આવેલ જેમાં કચ્છ જિલ્લાની તમામ શાળાઓ સરકારી, અનુદાન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વગરેના કર્મયારીઓ આચાર્યો/શિક્ષકો/સી.આર.સી/બી.આર.સી, વગેરેનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ શાળાઓમાંથી પણ શિક્ષકોએ દરખાસ્ત મોકલાવેલ જેમાં નિમાયેલ તપાસ સમિતિના નિર્ણાયકો દ્વારા ગુણાકન મૂલ્યાંકન કરીને માર્કસ આપીને પરિણામ જાહેર કરવામાં આવેલ જેમાં ભચાઉ તાલુકાનાં લાકડિયા ગામમાં આવેલ ગાયત્રી નગર પ્રાથમિક શાળાના બે શિક્ષકોને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક નં-૧(વીરડા ભાવેશકુમાર લક્ષમણભાઈ) અને નંબર-૨(પ્રજાપતિ જીતેન્દ્રકુમાર કેશાભાઈ) જાહેર કરવામાં આવેલ હતા. 

આ બાબતની જાણકારી લાકડિયા લોકતંત્ર હિત રક્ષક સમિતિના સભ્યો દ્વારા મળતા ખ્યાલ આવ્યો કે ભચાઉ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પસંદગીમાં જાતિવાદ,પરિવારવાદ,લાગવગ અને ભ્રષ્ટાચાર કરીને તેમજ કિન્નાખોરીના આધારે પક્ષપાત કરીને પારદર્શક્તાના નીતિ-નિયમો નેવે મૂકીને સમિતિના નિર્ણાયક મેમ્બરો દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત બાબતની જાણકારી લોકતંત્ર હિત રક્ષક સમિતિના અધ્યક્ષ કેશવભાઈ મચ્છોયાના ધ્યાને આવતા કેશવભાઈ દ્વારા એવોર્ડ પસંદગી સમિતિ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજ ખાતે તા.૧૬/૦૮/૨૦૨૨ના આર.ટી.આઇ. કરવામાં આવેલ જેમાં સંતોષકારક પૂર્ણ જવાબ ના મળતા તા.૧૬/૧૦/૨૦૨૨ના કચ્છ જિલ્લા શિક્ષણ પ્રથમ અપીલ અધિકારીને પ્રથમ અપિલ કરવામાં આવેલ જેમાં અપીલ અધિકારીશ્રી સંજયભાઈ પરમાર સાહેબે જાહેર માહિતી અધિકારીને હૂકુમ કરેલ કે બાકીની ખૂટતી માહિતી માટે અરજદારને દફતર ચકાશણી માટે રૂબરૂ તા.૧૩/૧૨/૨૦૨૨ના કચેરીમાં બોલાવવા તેમજ અરજદારને પણ તેજ દિવસે હાજર રહેવા હુકમ કરવામાં આવેલ હતો. જેમાં દફ્તર ચકાસણી સમયે જાહેર માહિતી અધિકારીએ હાજર રહવું એ હૂકમ પણ શામિલ હતો. આથી અપીલ અધિકારી સાહેબના હૂકુમ મુજબ અરજદાર નિયત સમયમાં હાજર રહેલ પરંતુ જાહેર માહિતી અધિકારી કોઈ કારણસર હાજર ના રહેતા અરજદારે જવાબદાર અધિકારી વિના દફ્તર ચકાશણી કરેલ .નહી, આથી ફરી વખત અપીલ અધિકારી સાહેબે હૂકુમ કરીને તા:૦૬-૦૧-૨૦૨૩ના ભુજ કચેરીએ હાજર રહેવાનો હૂકમ કરેલ, જેને ધ્યાનમાં લઈને અરજદારે જાહેર માહિતી અધિકારીની હાજરીમાં જે-તે સમયે રેકર્ડ નિરીક્ષણ કરેલ જેમાં પેજ નકલ ૧ થી ૯૨-ની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ તેમ છતાપણ તપાસ સમિતિ દ્વારા આપવામાં આવેલ તમામ પ્રકારના માર્ક્સના આધાર પૂરાવાની પૂર્ણ માહિતી ના મળતા અરજદાર કેશવભાઈ મચ્છોયાએ તા:૨૮-૦૧-૨૦૨૩ના ફરીથી એક આર.ટી.આઇ. કરેલ જેમાં શ્રેષ્ઠ શિક્ષકને આપવામાં આવેલ ત્રણ પ્રકારના માર્કસની માહિતી માંગેલ હતી

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વર્ષ-૨૦૨૨માં પસંદગી સમિતિ દ્વારા ભચાઉ તાલુકાનાં જે બે શ્રેષ્ઠ નંબર-૧ અને ર જાહેર કરવામાં આવેલ છે તેમના જે માર્ક્સ આપવામાં આવેલ Signature છે તેમાં રાજ્ય કક્ષાની કામગીરીમાં અનુક્રમે-૧૦માથી ૫ અને ૪ માર્ક્સ આપનાર જવાબદાર સભ્ય પાસે રાજય લેવલની કોઈ કામગીરીનો કોઈ જ આધાર પણ નથી. તેવી જે રીતે અધ્યયન નિષ્પતીની કામગીરીના જે માર્ક્સ અનુક્રમે ૩૫-માથી ૩૨ અને ૨૭ આપવામાં આવેલ છે. તેવી જે રીતે નિમાયેલ સમિતિ દ્વારા કરેલ શાળાની મુલાકાતના જે માર્સ્ક આપવામાં આવેલ છે તે અનુક્રમે-૧૫-માથી ૧૨ અને ૧૨ આપેલ છે. જેનો પણ.કોઈજ આધાર પુરાવો માર્ક્સ આપનાર સમિતિના સભ્યો પાસે નથી.

ઉપરોક્ત બાબતે કેશવભાઈ મચ્છોયા દ્વારા તારીખ-૦૮-૦૪-૨૦૨૩ના ગાયત્રી નગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી લાખાભાઇ રબારીનો સંપર્ક કરતાં પૂછવામાં આવ્યું કે આપની શાળાના જે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મેળવેલ છે તેમની કામગીરીના આધાર પુરાવા કચેરીમાં ઉપલબ્ધ નથી તો મૂકેલા માર્ક્સ કયા આધારે આપ્યા? તેની પારદર્શકતા જળવાતી નથી, આથી જો આપ સાહેબ પાસે યા શાળામાં કોઈ આધાર- પુરાવા હોય તો આપવા વિનંતી પરંતુ એમણે આ બાબતે કોઈ પણ આધાર પુરાવા આપેલ નહીં તેમજ સંતોષકારક જવાબ પણ આપેલ નહીં.

તારીખ:૦૯/૦૪/૨૦૨૩ અરજદાર દ્વારા લાકડિયા કુમાર શાળાના આચાર્ય પ્રવીણભાઈ મચ્છોયાનો સંપર્ક કરતાં તેમણે પણ આ બાબતે જવાબ આપેલ કે “એવોર્ડની ગરીમાં અને મહત્વ એમાં રહેલાં તટસ્થતા અને પારદર્શકતા પર નિર્ભર હોય છે. એમાં પણ શિક્ષણ જગત પર સૌનો વિશ્વાસ જોડાયેલ હોય છે. નિર્ણાયકશ્રીઓની ભૂમિકા અને સહભાગી સ્પર્ધકો વચ્ચે એક આદર્શ નિર્માણ કરે તેવા ઉચિત આધારો પક્ષપાત વિનાનાં મૂલ્યાંકન હોય તો સમાજમાં ઉદાત ઉદાહરણ બને. માન,સન્માન સાથે સ્વાભિમાન સાથે એવોર્ડ આડંબરરહિત રહે જે સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા સાથે આપવામાં આવે. જાતિવાદ, લાગવાગ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને સગાવાદને નિ:શંકપણે કોઈ સ્થાન ન હોય તે અપેક્ષિત છે. એવોર્ડ હમેશા નક્કર આધાર પુરાવા સાથે ગુણાંકન કરીને જ અપાય તેમજ તેમાં કરેલ ગુણાંકન સંપૂર્ણ સાચી હકીકતોને આધારે જ થવા જોઈએ. આથી જેટલા પણ એવોર્ડ આપવામાં આવેલા હોય તે તમામના મૂલ્યાંકનમાં આપેલા ગુણના આધારો જાહેર થવા જોઈએ".

તારીખ:૧૦/૦૪/૨૦૨૩ના રોજ ભચાઉ તાલુકાનાં તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે તપાસ તપાસ કરીને જવાબ આપવા જણાવેલ પરંતુ એમના દ્વારા પણ આજ સુધી કોઈ જવાબ મળેલ નહીં.

આમ લાગતાં વળગતા જરૂરી જવાબદાર કર્મચારીઓનો સંપર્ક સાધતાં મળતા તમામ અહેવાલના આધારે એટલું સાબિત થાય છે કે કચ્છ જિલ્લાની નિમાયેલ તાલુકા પસંદગી સમિતિના સભ્યો દ્વારા બેજવાબદાર રીતે માર્કસ આપવામાં આવેલ છે જેમાં જાતિવાદ, પરિવારવાદ, કિન્નાખોરી તેમજ લાગવગના આધારે પક્ષપાત કરીને નીતિ- નિયમો નેવે મૂકીને ભ્રષ્ટાચાર આચારીને સમિતિના નિર્ણાયકો દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે તે સાબિત થવા જઈ રહ્યું છે,

ઉપરોક્ત અહેવાલના આધારે નિમાયેલા પસંદગી સમિતિના સભ્યો દ્વારા જે પણ ગુણાંકન મૂલ્યાંકનના માર્કસ આપવામાં આવલે છે તેમાં મુખ્ય પાંચ વિભાગમાંથી ત્રણ વિભાગમાં જે માર્ક્સ આપ્યા છે એનો સમિતિ પાસે કે કચેરીમાં કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી તો કયા આધારે માર્કસ આપીને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવેલ છે? તેની યોગ્ય તપાશ કરવામાં આવવી જોઈએ અને આવા ગેર-વાજબી નિર્ણયો લઈ આડેધડ માર્કસ આપનાર સમિતિના સભ્યો તેમજ લાગતાં વળગતા તમામ પર જવાબદાર અધિકારી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાવવા જોઈએ.

જેમેનો કોઈ રેકોર્ડ દરખાસ્ત રજીસ્ટરમાં નથી તો એમને રાજય કક્ષાના તેમજ અન્ય માર્ક્સ કયા આધારે મુકવામાં આવેલ છે? તેની પણ તપાસ કરવામાં આવવી જોઈએ. અને શિક્ષણની ગરીમાં જળવાય તે મુજબ ફરીથી પૂર્ણ તપાસ કરીને સરકારે બહાર પાડેલ પરિપત્રના આધારે પારદર્શક પરિણામ આપીને નિર્ણયો જાહેર કરવા જોઈએ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain