રાપર શહેર ની વર્ષો જુની ટ્રાફિક સમસ્યા રુપ શાકભાજીની લારીઓ અને ફેરીયાઓ નુ સ્થળાંતર કરવા મા આવશે

 રાપર શહેર ની વર્ષો જુની ટ્રાફિક સમસ્યા રુપ શાકભાજીની લારીઓ અને ફેરીયાઓ નુ સ્થળાંતર કરવા મા આવશે

રાપર શહેર મા ભુકંપ બાદ શહેર નું ટાઉન પ્લાનિંગ જે તે વખતે કહેવાતા નેતાઓ અને અધિકારીઓ ના કારણે રાપર શહેરમાં ભુજ અંજાર ભચાઉ ની જેમ કપાત ના થઈ અને રાતો રાત શહેર ની મુખ્ય બજારો ના કપાત ના નકશામાં ફેરફાર કરવામાં આવ્યા અને એ વખતે ની કે એ પહેલાં ની જે સમસ્યાઓ ઊભી હતી તે આજ ના સમય મા પણ ઉભી છે શહેર ની મુખ્ય બજાર એસ.ટી રોડ થી માલી ચોક માલી ચોક થી ભુતિયા કોઠા થઈ સલારી નાકા સહિત ના મુખ્ય વિસ્તારમાં દુકાનોની આગળ તગડા ભાડા લઈ દુકાનદારો શાકભાજીની લારીઓ ને ઊભી રાખી ટ્રાફિક ને નડતરરૂપ થાય છે

તો એસ.ટી ડેપો ની નજીક આવેલ રોડ કે જે બજારમાં જવા માટે નો છે તે જગ્યા પર શાકભાજીની લારીઓ તથા મુખ્ય માર્ગો અને બજારો મા અડચણ રૂપ શાકભાજીની લારીઓ ગેરકાયદેસર રીતે ઉભી રહી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે તથા રાપ એસ.ટી ડેપો ની સામે આવેલા શોપિંગ સેન્ટર ના દુકાનદારો એ ટ્રાફિક સમસ્યા ઉભી થાય તેમ પાર્કિંગ ની પાંચ ફુટ ની જગ્યાએ ગેરકાયદેસર રીતે છાપરા બનાવી રાપર ચિત્રોડ ધોરાવીરા રોડ પર ટ્રાફિક સમસ્યા ઉભી કરી છે એવી રજૂઆત રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ની પાસે આવતા આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય  વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા મામલતદાર અને નગરપાલિકા ના વહિવટદાર કે. આર ચૌધરી ઈન્ચાર્જ ચીફ ઓફિસર નવઘણભાઈ કડ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા પીએસઆઇ જી બી માજીરાણા ની ઉપસ્થિતિ મા શહેર ના શાકભાજીના ફેરીયા અને લારીવાળા ની બેઠક મળી હતી 

જેમાં શહેર તમામ ફેરીયાઓ અને શાકભાજીની લારીઓ તથા શાકભાજીનું વેચાણ કરતા દુકાનદારો ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરો ની સમસ્યા ઉભી કરી રહ્યા છે શહેર ની મુખ્ય બજારમાં આજે એમ્બ્યુલન્સ લઈ જવી મુશ્કેલ બની ગઈ છે અને ઈમરજન્સી વાહનો પણ જઇ શકતા નથી એટલે ફેરીયાઓ અને લારીવાળા ની બેઠક મળી હતી જેમાં તમામ ફેરીયાઓ અને લારીઓ વાળા ને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાકભાજી માર્કેટ અને નગરપાલિકા નો સરકારી હાઇસ્કૂલ પાસે ના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવશે આ માટે તમામ લારીઓ અને ફેરીયાઓ ની નગરપાલિકા મા નોંધણી કરી જગ્યા ફાળવવામાં આવશે રાપર શહેરમાં રખડતા ઢોરો અને ટ્રાફીક સમસ્યા નું મુખ્ય કારણ છે એટલે લારીઓ અને ફેરીયાઓ ને શહેર ની બજારમાં થી સ્થળાંતર કરવા મા આવશે અગાઉ બે ત્રણ વખત રાપર નગરપાલિકા એ ખસેડવા ની કાર્યવાહી કરી હતી પરંતુ ચંચુપાત ના લીધે આજ ના સમય મા ટ્રાફિક સમસ્યા માટે માથાનો દુઃખાવો બની ગયા છે આવનાર દિવસોમાં લારીઓ અને ફેરીયાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે એમ ધારાસભ્ય એ જણાવ્યું હતું ધારાસભ્ય એ રાપર શહેર મા ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરો માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી શહેરીજનોને કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain