રાપર મા મહાવીર હોસ્પિટલ નો આરંભ કરવામાં આવ્યો

 રાપર મા મહાવીર હોસ્પિટલ નો આરંભ કરવામાં આવ્યો 

વાગડ વિસ્તારના રાપર તાલુકા મા આરોગ્ય સેવા મા પછાત છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર ને છેલ્લા અઢાર વર્ષ થી કર્મભૂમિ બનાવી ને સામાન્ય માણસ અને ખાસ કરીને બાળકો માટે મામુલી ફી સાથે ભારત વિકાસ પરિષદ રાપર શાખા ના પ્રમુખ ડો. રાહુલ પ્રસાદ દ્વારા આરોગ્ય સેવાઓ આપવા મા આવી રહી હતી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પીટલ બનાવવા મા આવી છે  જેમાં વાગડ વિસ્તારના દર્દીઓને હવે રાહત દરે આરોગ્ય સેવાઓ મળી રહેશે 

રાપર શહેર ભવ્ય આધુનિક સગવડ સાથેની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ નો  ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.  મિથિલા દેવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સંતો,અગ્રણીઓએ દિપ પ્રાગટયથી આ સમારોહ ખુલ્લો મુક્યો હતો.નયનાબેન પ્રસાદે પ્રાર્થના કરાવી હતી. હોસ્પીટલના ડો.રાહુલ પ્રસાદે  સંતો,આગેવાનો અને આમંત્રિતોને આવકાર આપ્યો હતો. અહી ધારાસભ્ય   હાજર  છે ત્યારે રાપરમાં બ્લડબેંકની  જરૂરિયાત છે તે અંગે પોતાના આવકાર પ્રવચનમાં રજૂઆત કરી હતી.

આ પ્રસંગે રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માજી ધારાસભ્ય  પંકજ મહેતા રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ માનવ ધર્મ પ્રસાર આશ્રમ ના સંત રાજેન્દ્રદાસજી મહારાજ ડો.ત્રિકાળદાસજી સ્વામીનારાયણ મંદિરના સંત  સુખ સ્વરૂપ સ્વામી,  આશારામજી આશ્રમના  બાબુલાલ બ્રમ્હચારી,  અવિનાશદાસજી જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ લક્ષ્મણશિંહ સોઢા સહિત ના પદાધિકારીઓ અને સંતોઉપસ્થિત રહ્યા હતા 

આ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પીટલમાં બાળ રોગ નિષ્ણાંત અને સ્ત્રી રોગ નિષ્ણાંતની સેવાઓ ઉપલબ્ધ રહેશે. સાથે 24 કલાક ડોક્ટર,લેબોરેટરી, એક્સરે,દવાઓ ઉપલબ્ધ રહેશે.આ હોસ્પીટલમાં મોડ્યુલર ઓપરેશન થીએટર,માઈનર ઓપરેશન થીએટર, નવજાત બાળકો માટે nicu અને cpap ઉપરાંત વેન્ટિલેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. દરેક બેડ પર ઓક્સિજન સેક્સન, સ્પેશીયલ રૂમ, જનરલ રૂમની વ્યવસ્થા પણ છે. સરકારની  મંજુરી મળે બ્લડ સ્ટોરેજ સેવા પણ ઉપલબ્ધ રહેશે ડો.એમ.એચ.મઠ  વાડીલાલ સાવલા,  ડો.રમેશભાઈ દોશી, ડો.રાઠૌર  કેશુભા વાઘેલા, હઠુભા સોઢા,ઉમેશ સોની,નશાભાઈ દૈયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ સોનીએ આભાર દર્શન ચંદ્રેશ દરજીએ કર્યું હતું..

0/Post a Comment/Comments

Stay Conneted

Domain