રાપર પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું

 રાપર પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા રાપર હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા બે દિવસ રાપર પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવા મા આવ્યું હતું જેમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રાપર પોલીસ મથક હેઠળના રવ આઉટ પોસ્ટ હેઠળ ના ગામો ના સરપંચો તથા આગેવાનો સાથે રવ ગામ ની પ્રાથમિક શાળામાં ગ્રામ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવ ઓપી હેઠળના ગામો મા રાપર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ની કામગીરી અંગે જાણકારી મેળવી હતી જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી અને રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ના પ્રમુખ રાજુભા જાડેજા એ રવ ગામે 2001 ભુકંપ દરમિયાન ઓપી નું મકાન પડી ગયેલ છે ત્યારબાદ નવું બનાવવા મા આવેલ નથી તે બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી 

જેમાં એસપી એ ધટતું કરવા માટે ખાતરી આપી હતી ઉપરાંત રવેચી માતાજી ના મંદિરે દર્શન એસપી મહેન્દ્ર બગડીયા એ કર્યા હતા અને દર આઠમ ના દિવસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એમ જણાવ્યું હતું ત્યારબાદ રાપર ખાતે ગેલીવાડી ખાતે અનુસુચિત જાતિ ના મહોલ્લામાં મુલાકાત લીધી હતી અને અનુસૂચિત જાતિ ના લોકો દ્વારા રજુઆત સાંભળી હતી જેમાં યોગ્ય ઘટતું કરવા માટે સુચના આપી હતી તો સાંજ ના છ વાગ્યે મહેસુલ વન વિભાગ પંચાયત વિભાગ ના અધિકારીઓ સાથે દબાણ બાબતે તથા રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં સોલ્ટ ઉત્પાદન કરતા એકમો અંગે અને વન વિભાગ ની જમીન પર થયેલા દબાણ અંગે તથા રેવન્યૂ સર્વે નંબર પર દબાણો અંગે તથા પાણી ની પાઈપ લાઈન દ્વારા પાણી ચોરી અંગે માહિતી મેળવી હતી ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક સમસ્યા.. રાપર પોલીસ મા અપુરતા સ્ટાફ અંગે રીક્ષા સ્ટેન્ડ અંગે ઓવરલોડ વાહનો તથા પરપ્રાંતીય લોકો આવી રોજગારી મેળવી રહ્યા છે તેમના આઇડી પ્રૂફ અને કયા રાજ્ય નો વતની છે તે અંગે જેતે પોલીસ મથકે તથા જે સ્થળે રોજગારી મેળવી રહ્યા છે 


તે સંસ્થા વેપારીઓ એ આઇડી પ્રૂફ રાખવા માટે સુચના જારી કરી હતી રાપર પોલીસ મથકે હેઠળ ના વિસ્તારોમાં કોઈ સંગધિત શખ્સો દેશ વિરોધી તત્ત્વો તથા સમાજ વિરોધી નુકસાન કરતાં શખ્સો અંગે સ્થાનિક પોલીસ ને અથવા એસપી ઓફિસ પર જાણ કરવા જાણકારી આપી હતી તદ્ઉપરાંત સોશ્યલ નેટવર્કિંગ સાઈટ મોબાઇલ ફોન પર આવતા બોગસ કોલ તથા ઠગાઈ ના બનતા બનાવો અંગે સાવચેત રહેવા માટે કાળજી રાખવી જોઈએ ઉપરાંત વ્યાજખોરો પાસેથી રકમ ના લેવા માટે જણાવ્યું હતું બેંકો તથા સરકારી યોજના હેઠળ લોન લેવા જણાવ્યું હતું રાપર નજીક આવેલા પ્રાગપર ગામે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ રાત્રી સભા નું આયોજન કર્યુ હતું જેમાં પ્રાગપર સરપંચ  મજીબેન  પરમાર, નિવૃત પીઆઇ મુકેશભાઈ પરમાર, ઉપસરપંચ કાનજીભાઈ, માજી. સરપંચ કરમશિભાઈ , દેવરાજભાઈ, લાલાજી કાના, મેઘા લાલાજી, સા.ન્યાય. સમિતિ ચેરમેન રાજાભાઈ, શિક્ષક નાનજીભાઈ, લાખા વાલા ભરવાડ, પાંચાભાઈ કોલી, ભરત પરમાર દેવિદાનભા ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામ લોકો ને સંપીને રહેવા અનુરોધ કર્યો હતો અને પ્રાગપર ગામ ના લોકો પોલીસ તંત્ર ને મદદરૂપ બની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાથ આપી રહ્યા છે એસપી મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી વિગેરે એ વિવિધ કાયદાકીય યોજનાઓ અને સોશ્યલ નેટવર્ક અંગે થતાં ફોડ ના બનાવો અંગે સમજણ અને માહિતી આપી હતી.  તદુપરાંત રાપર પોલીસ મથક ખાતે શહેર ના યુવાનો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે એકતા ની ભાવના વધે તે માટે વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું 


વિજેતા ટીમને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો આજે યોજાયેલ રાપર પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન  પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ ડી. જી પ્રજાપતિ રિડર પીએસઆઇ વી એ ઝા એસ. પી. ઓફિસ ના ઈન્ચાર્જ ખીમજીભાઈ ફોફલ રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ ડોલરભાઈ ગોર નશાભાઈ દૈયા હઠુભા સોઢા ઉમેશ સોની રાજુભા જાડેજા લાલજી કારોત્રા રાજુભાઈ ચૌધરી પ્રદિપસિંહ સોઢા ઇસ્માઈલ પણકા લખમણ કારોત્રા શક્તિસિંહ જાડેજા અશોક સોની ભાણજી ભાસડીયા મોરારદાન ગઢવી શૈલેષ શાહ હરેશ ચૌધરી મોરારદાન ગઢવી મહેન્દ્ર સિંહ  વાઘેલા નિલેશ માલી અશોક રાઠોડ રામજી ભદ્રુ  મુળજીભાઈ પરમાર હરેશ રાઠોડ ડો. રાહુલ પ્રસાદ શૈલેષ શાહ હરેશ ચૌધરી મોરારદાન ગઢવી મહેન્દ્ર સિંહ જાડેજા નિલેશ માલી રામજી ભદ્રુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા  રાપર પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ ના પરિવારજનો ની પાસે ક્વાર્ટર ની હાલત અંગે માહિતી મેળવી હતી સફાઈ પાણી ગટર લાઈન અને વણ ઉકેલયા પ્રશ્ર્નો ની રજૂઆત સાંભળી હતી પોલીસ કર્મચારીઓ ના નાના બાળકો સાથે એસપી મહેન્દ્ર બગડીયા એ બાળક સાથે ગોષ્ઠિ કરી પુછપરછ કરી હતી અને પોલીસ પરિવાર ના બાળકો સાથે ફોટોગ્રાફ અને વીડિયો શુટિંગ કરી નાના બાળક બની ગયા હતા સમગ્ર વ્યવસ્થા ધીરજભાઈ પરમાર વશરામ ચૌધરી મુકેશ સિંહ રાઠોડ કમલેશ ભાઈ ચાવડા ભાવુભા સોઢા મહેશ પટેલ નરેશ ઠાકોર દુર્ગાદાન ગઢવી રામજીભાઈ આહિર વિગેરે એ સંભાળી હતી આમ રાપર પોલીસ મથક ના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ કર્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain