રાપર તાલુકા પ્રિ મોન્સૂન ની બેઠક પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને મળી પ્રાગપર ખાતે રાત્રિ સભા અંગે બેઠક મળી

 રાપર તાલુકા પ્રિ મોન્સૂન ની બેઠક પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને મળી પ્રાગપર ખાતે રાત્રિ સભા અંગે બેઠક મળી

આજે રાપર મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ મધ્યે પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી ના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકામાં પ્રિ મોન્સૂન ની બેઠક અને આગામી સોળ તારીખ ના  તાલુકાના પ્રાગપર ખાતે કલેકટર  નહેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ડીઆરડી ના નિયામક સહિત જિલ્લામાં આવેલા તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રિસભા નું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે ની રાપર તાલુકાના તમામ સરકારી વિભાગો ના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી તાલુકા વિકાસ અધિકારી મોઢેરા પીજીવીસીએલ ના પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી ડેપો મેનેજર જે.પી .જોશી સહિત ના તમામ વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રિ મોન્સૂન કામગીરી અંગે વાયર ને રિપેરીંગ કરવા કોઝવે પર ચેતવણી આપતાં સાઈન બોર્ડ માર્ગ દુરસ્ત કરવા આરોગ્ય ની તમામ તૈયારીઓ રાખવી સ્થળાંતર કરવા નું થાય તો સેન્ટર પર તૈયારી રાખવી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ નો સહયોગ લેવા નદી નાળા તથા વરસાદ ના પાણી ના નિકાલ ના નાળા સાફ કરવા ડેન્ગ્યુ ના ફેલાય તે માટે મચ્છરોનો નાશ કરવા માટે તથા નાના બાળકો અને મહિલાઓ માટે વરસાદ મા સુવિધા ઉપલબ્ધ કરાવવા ની તેમજ વાંઢ વિસ્તારમાં અને પરા વિસ્તારમાં સાવચેતી રખાવવા માટે ચર્ચા કરવા મા આવી હતી તો પ્રાગપર મા રાત્રિ સભા આગામી સોળ ના મળી રહી છે ત્યારે પ્રાગપર ગામ ની તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એ મુલાકાત લઈ અધુરી કામગીરી પૂર્ણ કરવા માટે અને તમામ લોકો ને સરકાર ની વિવિધ યોજનાઓ થી વંચિત ના રહે તે માટે કામગીરી પૂર્ણ કરવા માટે એલર્ટ રહેવા ઉઆપી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain