ગુજરાત ના પાંચ જિલ્લા માંથી ૪૯ અનુપમ પ્રાથમિક શાળાઓમાં પસંદગીઓ પૈકી ખેરાલુ તાલુકા કુમાર પ્રાથમિક શાળા ને પણ મળ્યો એવૉડ

 ગુજરાત ના પાંચ જિલ્લા માંથી ૪૯ અનુપમ પ્રાથમિક શાળાઓમાં પસંદગીઓ પૈકી ખેરાલુ તાલુકા કુમાર પ્રાથમિક શાળા ને પણ મળ્યો એવૉડ

રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર ના હસ્તે એસ એમ સી પ્રમુખ મકબુલભાઇ ચૌહાણ ને એવૉડ મળ્યો 

મહેસાણા ખાતે યોજાયેલા પ્રોગ્રામમા તારીખ 30 -4 -2023ને રવિવારના રોજ શંકુજ વોટરપાર્ક મહેસાણા ખાતે આલોક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનુપમ શાળા પંચબિદુ કાર્યક્રમમાં, રાજ્ય સ્તરના ગુજરાતના પાંચ જિલ્લાઓની 49 અનુપમ શાળાઓની પસંદગી કરવામાં આવી, જેમાં ખેરાલુ તાલુકા શાળા ને પણ અનુપમ શાળા તરીકે જાહેર કરી, ખેરાલુ અનુપમ તાલુકા શાળા નો અનુપમ શ્રેષ્ઠ શાળા નો એવોર્ડ આપી, અભિવાદન કરવામાં આવ્યું, જેમાં આલોક એજ્યુકેશન ટ્રસ્ટના ડોક્ટર જી એન. ચૌધરી સાહેબ તથા કુંવરબેન ચૌધરી ની ઉપસ્થિતિમાં ભારત સરકારના  રાજ્યસભાના માનનીય સાંસદ જુગલકિશોરજી ઠાકોર (લોખંડવાલા )ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ અપંચ બિંદુ કાર્યક્રમમાં ખેરાલુ તાલુકા શાળા ને અનુપમ શાળાનો એવોર્ડ આપવામાં આવ્યો 

આ પ્રસંગે અમદાવાદ નગર મહાનગરપાલિકાના શાસના અધિકારી શ્રી લગધીરભાઈ દેસાઈ ,બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના માજી ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી ,શંકુઝ વોટરપાર્ક ના આચાર્યશ્રી તથા મહેસાણા ડાયટ ના લેક્ચર શ્રી શ્રી પંકજભાઈ વગેરે હાજર રહ્યા હતા, આ પ્રસંગે ખેરાલુ તાલુકા શાળામાં એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી મકબુલભાઈ ચૌહાણ તથા ખેરાલુ તાલુકા શાળાના ના આચાર્યશ્રી શ્રી પરથીભાઇ એમ. ચૌહાણ એ અભિવાદન પ્રમાણપત્ર અને પારિતોષિક સ્વીકાર્યા હતા આ પ્રસંગે ખેરાલુ તાલુકા શાળાના શ્રી લીલાબેન ઠાકોર, શ્રી પુષ્પાબેન મોદી ,શ્રી બ્રિજેશભાઈ પ્રજાપતિ, શ્રી પ્રવિણાબેન દેસાઈ ,શ્રી ગીતાબેન ચૌધરી ,શ્રી આશાબેન ચૌધરી ,શ્રી પ્રેરણાબેન દેસાઈ, શ્રી અપેક્ષાબેન જોશી વગેરે આ કાર્યક્રમમાં હાજર રહી પારિતોષિક મેળવી, ભવિષ્યમાં અનુપમ શાળાના સોપાનો મુજબ શાળાને વધુમાં વધુ અનુપમ બનાવવાની દ્રઢતા વ્યક્ત કરી હતી, આમ શાળાને અનુપમ બનાવવા સૌ શિક્ષક ભાઈ બહેનો તથા સૌ વિદ્યાર્થીઓ તથા ખેરાલુ નગરના તમામ નાગરિક ભાઈ બહેનોનું ખેરાલુ તાલુકા શાળા આભાર વ્યક્ત કરે છે, 

અનુપમ શાળા અંતર્ગત ખેરાલુ તાલુકા શાળામાં રામ- રહીમ દુકાન, અક્ષય પાત્ર, અક્ષય દીપક, આજનું ગુલાબ, અક્ષય પ્રયોગશાળા, ભાષા કોર્નર, રમત ગમત, પ્રાર્થના, યોગ, ક્લાઉત્સવ, ખેલ મહાકુંભ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાની બાહ્ય પરીક્ષાઓ, તથા વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ થાય, તેવા મૂલ્યલક્ષી શિક્ષણની ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આવતા વર્ષથી અક્ષય પોષણ યોજના હેઠળ બાળકોને જન્મદિવસના દિવસે ચોકલેટ ની જગ્યાએ પોષણક્ષમ મગ ફણગાવેલા મગ મળી રહે, તે માટે  અક્ષય પોષણ યોજના શરૂ કરવામાં આવશે - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain