રાપર તાલુકા ના 62 ગામો ના પ્રશ્ર્નો ની રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ માટે ધારાસભ્ય ની ખાતરી

 રાપર તાલુકા ના 62 ગામો ના પ્રશ્ર્નો ની રજૂઆત સાંભળી યોગ્ય નિકાલ માટે ધારાસભ્ય ની ખાતરી

આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ રાપર તાલુકાના બાસઠ ગામો ના ચારસો પંચોતેર જેટલા લાઇટ પાણી ગટર તથા વિવિધ વિકાસલક્ષી કામો કે જે અધુરા છે કે કોઇ ગામે થયા નથી તે અંગે ના જે તે ગામ ના આગેવાનો અને સરપંચ તથા તલાટી પાસે થી માહિતી મેળવી જે તે વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર ને તાત્કાલિક અસરથી પુરા કરવા માટે સુચના આપી હતી રાપર તાલુકો વિશાળ વિસ્તાર ધરાવે છે અને રાપર તાલુકાના 92 ગામો અને 270 જેટલી વાંઢ વિસ્તારને આવરી લે છે તાલુકા મા ત્રણ લાખ ની વસ્તી છે અને અઢી લાખથી વધુ પશુ ઘન છે ત્યારે માનવ વસ્તી અને પશુઓ માટે પીવા ના પાણી નો આધાર નંદાસર પાસે થી પસાર થતી નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે ત્યારે હાલ આ કેનાલ બંધ છે 

ત્યારે સમગ્ર તાલુકામાં સામખિયાળી થી પાણી વિતરણ કરવામાં આવે છે જે અપુરતા પ્રમાણમાં આવતુ હતું પરંતુ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી અને પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ સાથે સંકલન સાધી ને રાપર તાલુકામાં પાણી નો જે અગાઉ જથ્થો આવતો હતો તેના થી વધુ જથ્થો મંજૂર કરાવી લાવ્યા છે ગયા વર્ષે રાપર શહેર મા આઠ દિવસે પાણી વિતરણ થતું હતું

 હાલ દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે એજ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી વિતરણ કરવામાં આવે છે જેમાં ફતેહગઢ અને સુવઈ ડેમ દ્વારા ખડીર અને પ્રાંથણ વિસ્તારમાં પાણી વિતરણ થાય છે તો રાપર તાલુકા ના અનેક ગામોમાં પીજીવીસીએલ ના પ્રશ્ર્નો હલ થતા ના હતા તે અંગે આજે પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે સંકલન સાધી પ્રશ્નો હલ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી કામો અધુરા પડયા હતા જેમાં ફરસબંદી મુખ્ય માર્ગો ગટર યોજના નલ જે જલ યોજનાઓ ને તાત્કાલિક પુરી કરવા માટે તાલુકા પંચાયત ના અધિકારીઓ ને સુચના આપવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ જયદીપસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી મોઢેરા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા સહિત જિલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો સરપંચો અને તલાટીઓ તથા જે તે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain