પૂર્વ કચ્છમાં 40 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ: લાખોની વીજચોરી પકડાઈ

 પૂર્વ કચ્છમાં 40 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ: લાખોની વીજચોરી પકડાઈ


ભુજ: પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

કિડાણા, તુણા, ભારાપર સોલ્ટ એરીયા, મીઠીરોહર, ખારીરોહર, પડાણા સોલ્ટ એરીયા વગેરે અને ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારમાં પીજીવીસીએલના દરોડા કિડાણા, તુણા, ભારાપર સોલ્ટ એરીયા, મીઠીરોહર, ખારીરોહર, પડાણા સોલ્ટ એરીયા વગેરે અને ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારમાં પીજીવીસીએલના દરોડા

ગઈકાલે અને આજે આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને કચ્છ જિલ્લાની ગાંધીધામ વિભાગીય કચેરી હેઠળની આદિપુર, ગાંધીધામ તેમજ રામબાગ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ. આર. પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૪૦ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાનરહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૧૯૫ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા.

જે પૈકી ૬૮ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૨૮. ૮૪ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨૨થી માર્ચ-૨૩ના સમયગાળા દરમિયાન અંજાર વર્તુળ કચેરી હેઠળ કુલ ૪૨૦૮૪ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૪૬૧૫ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૨૨૩૦ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain