11 પ્રશ્નો પોલીસ સમક્ષ આવ્યા: માનકુવા લોકદરબારમાં દારૂ-ટ્રાફિકના મુદ્દા છવાયા

 11 પ્રશ્નો પોલીસ સમક્ષ આવ્યા: માનકુવા લોકદરબારમાં દારૂ-ટ્રાફિકના મુદ્દા છવાયા

પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘની ઉપસ્થિતિમાં માનકુવા પોલીસ મથકે લોકદરબાર યોજાયો હતો. જેમાં સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક અને દારૂના પશ્નો મુદ્દે રજુઆતો કરવામાં આવી હતી. આગામી સમયમાં માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા હેલ્મેટ માટેની ઝુંબેશ છેડવામાં આવશે. અત્યારના સમયે ભુજ-નખત્રાણા હાઇવે પર રોડ અકસ્માતનો ગ્રાફ ઉચો ગયો છે ત્યારે તેના તરફ ધ્યાન આપીને ટ્રાફિક નિયમન કરાવવા માટે ખાસ ઝુંબેશ ચાલશે. તેમજ ગામેગામ રિક્ષા ફેરવીને કે અન્ય માધ્યમો સાથે હેલ્મેટની ઝુંબેશ ચાલશે ગામ માંથી કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર ન નીકળે તેની કાળજી લેવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.

આ ઉપરાંત દારૂની રેડ પાડવામાં આવશે ત્યારે તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફ પાડીને મીડિયાને સાથે રાખીને પોલીસ પોતે ફરિયાદી બનીને કોઈ ની પણ સેહ શરમ રાખ્યા વગર ગુન્હો દાખલ કરવામાં આવશે. માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા ગામોમાં ટ્રાફિક થાય છે તે માટે ગામના સરપંચને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે. લોક દરબારમાં ૧૧ જેટલા લોકો દ્વારા પ્રશ્નો આવ્યા હતા તેનો જલ્દી થી જલ્દી ઉકેલ આવે તેની પીઆઇ ડી. આર. ચૌધરીએ હૈયાધારણા આપી હતી.

ખાવડાના લોકદરબારમાં મીઠાના ભારે વાહનનોનું મુદ્દો ચર્ચાયો પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘની ઉપસ્થિતિમાં શનિવારે સાંજે ખાવડા પોલીસ મથકે લોકદરબાર યોજવામા આવ્યો હતો. જેમાં સ્થાનિક આગેવાનો અને ખાવડા વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ રજુ કરી હતી. જેમાં ખાવડા ત્રણ રસ્તા નજીક મીઠાનું પરિવહન કરતા ભારે વાહનોને અન્ય રસ્તે ડાયવર્ડ કરવા રજૂઆત કરાઈ હતી. ખાવડા મથકના પીએસઆઈ ડી. બી. વાઘેલાએ લોકોને કનડતી સમસ્યાઓનું વહેલી તકે નિવારણ કરવાની ખાત્રી આપી હતી.












0/Post a Comment/Comments

Stay Conneted

Domain