સીનીય૨ સીટીઝન સાયબર ક્રાઈમ જાગ્રુતી અભીયાન અંતર્ગત SHE ટીમને સાયબ૨ ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીધામ દ્વારા સાયબ૨ ક્રાઇમ અવે૨નેસ તાલીમ આપવામાં આવી.

સીનીય૨ સીટીઝન સાયબર ક્રાઈમ જાગ્રુતી અભીયાન અંતર્ગત SHE ટીમને સાયબ૨ ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીધામ દ્વારા સાયબ૨ ક્રાઇમ અવે૨નેસ તાલીમ આપવામાં આવી.

મે પોલીસ મહાનીર્દેશકશ્રી સી.આઇ.ડી ક્રાઇમ સાયબર સેલ ગુજરાત ગાંધીનગ૨ નાઓની કચેરીના પત્ર ક્રમાંક સા.કા.સેલ/સાયબર જાગ્રુતી/સીની.સીટી/૧૩૯૯/૨૦૨૩ તા.૦૬/૦૪/૨૦૨૩ અન્વયે સાયબર ક્રાઇમનું પ્રમાણ આવનારા સમયમાં દીન પ્રતીદીન વધી રહેલ છે જેનું મુખ્ય કારણ પ્રજાજનોમાં જાગ્રુતી નો અભાવ જણાય છે. રાજ્ય પોલીસ દ્વારા ગુજરાત રાજયમાં વસવાટ કરતા સીનીયર સીટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે તેઓને જાગ્રુત કરી સાયબર ક્રાઈમ બાબતે જાગ્રુત કરવા સારૂ તા.૧૧/૦૪/૨૦૨૩થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન એક વિશેષ સાયબર ક્રાઈમ જાગ્રુત અભીયાન શરૂ ક૨વા નીર્ણય લેવામાં આવેલ છે 

જે અન્વયે શ્રી જે.આ૨.મોથાલીયા સાહેબ પોલીસ મહાનીરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધીક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની થયેલ સુચના અન્વયે શ્રી એ.વી.રાજગોર સાહેબ ના.પો.અધીક્ષક મુખ્ય મથક તથા શ્રી એ.એમ.વાળા પો.ઇન્સ. સાયબર ક્રાઈમ પો.સ્ટે. તથા શ્રી વી.એલ.૫૨મા૨ પો.ઇન્સ. મહીલા પો.સ્ટે. નાઓની ઉપસ્થીતીમાં આજ રોજ પુર્વ કચ્છ જીલ્લાના દરેક પોસ્ટેના SHE ટીમમાં ફરજ બજાવતા અધીકારી/કર્મચારીઓને સિનીયર સીટીઝન સાયબર ક્રાઈમ જાગ્રુતી લગતની તાલીમ આપવામાં આવેલ છે. જેમા SHE ટીમના કર્મચા૨ીઓને તા.૧૧/૦૪/૨૦૨૩ થી ૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન તેઓના વિસ્તા૨મા ઓછામા ઓછા ૧૦ સિનીયર સીટીઝનને રૂબરૂમાં મુલાકાત લેવાની રહેશે તેમજ સિનીયર સીટીઝનની રૂબરૂ મુલાકાત વખતે આપવામાં આવેલ સુચના પત્ર ઉપરાંત સીનીય૨ સીટીઝનની સુરક્ષા માટે તથા તેઓની પડતી અન્ય મુશ્કેલીઓ બાબતે પણ જાણકારી મેળવી ઉપરી અધીકારીશ્રીને માહીતગાર કરવાના રહેશે તેમજ પો.સ્ટે. વિસ્તારમાં જે સ્થળે વ્રુધાશ્રમ આવેલા છે તે સ્થળના પો.સ્ટે. ઇન્ચાર્જ શ્રીએ વ્રુધાશ્રમમાં રહેતા સીનીયર સીટીજનની મુલાકાત લઈ તેમના કુટુંબીજનો સાથે કોઈ વીવાદ હોય તેવા કીસ્સામાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા યથાયોગ્ય પ્રયત્નો કરવા સુચના આપવામાં આવેલ છે.

સાયબર ક્રાઈમથી બચવા માટેના સૂચનો

આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેંન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાથી માહીતી મેળવી અથવા આપવી.

“Google/Facebook” ઉપરથી મેળવેલ કોઈ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહી.

કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર ૫૨ વાત કરતા સમયે કોઈ પણ પ્રકારની બેંકની માહીતી, OTP, CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઈ પણ પ્રકા૨ની એપ્લીકેશન મોબાઇલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહીં.

ઓનલાઈન ટ્રેડીગનાં કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યપારીને વેરીફાય કર્યા વગ૨ નાણાકીય લેવડ-દેવડ કરવી નહી તથા કોઈ અજાણ્યા QR કોડ ડિલક કરવુ નહી.

તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઇ છે.

અજાણી લિન્ક ૫૨ ક્લિક કરવાનુ ટાળવુ તેમજ અજાણ્યા વિડિયો કોલને સ્વિકારશો નહી.

રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી આવા

કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.

ટૂંકા સમયગાળા માટે લોન આપવાનુ જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain