RTOમાં ટેસ્ટ ટ્રેક સહિતના કામ માટે આજથી બોડીવોર્ન કેમેરા ફરજિયાત

 RTOમાં ટેસ્ટ ટ્રેક સહિતના કામ માટે આજથી બોડીવોર્ન કેમેરા ફરજિયાત

સમગ્ર રાજ્યમાં વાહન ફિટનેસ, ચેકિંગ, ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને ડીએમાં ફરજ બજાવતા તમામ આરટીઓ ઈન્સ્પેકટરોએ સોમવારથી બોડી વોર્ન કેમેરાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદને 25 કેમેરા ફાળવાયા હતા. હવે સોમવારથી આરટીઓ ઇન્સ્પેક્ટરોએ વાહનના ફિટનેસની કામગીરી, હાઇવે પર વાહન ચકાસણી, ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની અંદર અને ડીએમાં ચલણ તૈયાર કરતા હોય ત્યારે છાતીએ કેમેરા લગાવેલો રાખવો પડશે.

બોડી વોર્ન કેમેરાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે અમદાવાદની ત્રણેય આરટીઓમાં 25થી વધુ બોડી વોર્ન કેમેરા અપાયા છે. રાજ્યમાં 350થી વધુ કેમેરા ફાળવાયા છે. કેમેરામાં 180 ડિગ્રીથી એંગલથી રેકોર્ડિંગ થશે. વાહનવ્યવહારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરટીઓ કચેરીમાં ઉપરોક્ત વિભાગમાં ફરજ બજાવતા વિવિધ ઇન્સ્પેકટરોએ 8 કલાક ડયૂટી દરમિયાન કેમેરા લગાવવાના રહેશે.

હાલ હાઇવે પર ચેકિંગ પોઇન્ટ હવામાં ઇન્સ્પેકટર એસોસિએશને કહ્યું કે, ડ્યૂટી પૂરી થયા પછી કેમેરો ઓફિસમાં જમા કરવાનો અને ડ્યૂટીમાં હાજર થનારે કચેરીમાંથી કેમેરો મેળવવાની પ્રક્રિયા અઘરી છે. કચેરીના કલાર્કે 64 જીબીના મેમરી કાર્ડમાંથી ડેટા વિભાગના સર્વરમાં ટ્રાન્સફર કરી ડેટા વગરનો કેમેરો તૈયાર રાખવો પડશે. જેના લીધે ઓફિસમાં કલાર્કે સતત હાજર રહેવું પડશે. હાલ હાઇવે પર ચેકિંગ પોઇન્ટ હવામાં છે. પ્રાથમિક સુવિધાઓ પણ નથી - રીપોર્ટ બાય - ભુમી પંડ્યા કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain