રાજ્યના IG, DIG, DGની તોળાતી બદલી

 રાજ્યના IG, DIG, DGની તોળાતી બદલી

રાજ્યમાં તાજેતરમાં એક સાથે 109 આઇએએસની બદલી કર્યા પછી રાજ્ય સરકાર 12 આઇપીએસની બદલી કરવાની તૈયારી કરી રહી છે. એક જ જગ્યા-પોસ્ટ પર સતત 3 વર્ષ કે તેનાથી વધુ સમય માટે ફરજ બજાવતા 12 આઇપીએસની બદલી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ટીમ 30 એપ્રિલ આસપાસ આ બાબતે બેઠક યોજશે. આ પછી 12 આઇપીએસની બદલી થશે, તેવું ગૃહ વિભાગનાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે.

રાજ્ય સરકાર 12 આઇપીએસની બદલી કરવાની તૈયારી કરી રહી અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમના સ્થાને પણ નવા કમિશનરને નિયુક્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. 3 કે તેનાથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવનારા 12 આઇપીએસમાં સુરતના કમિશનર અજય તોમરનો પણ સમાવેશ થાય છે. 

જોકે તેઓ 10 મહિના પછી નિવૃત્ત થઇ રહ્યા છે એટલે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને અમદાવાદ કમિશનર તરીકે મૂકશે કે કેમ તે પ્રશ્ન છે ગૃહ રાજ્યમંત્રીની મળનારી બેઠક પછી ચિત્ર સ્પષ્ટ થઇ શકે ઉપરાંત આઇપીએસ બ્રિજેશકુમાર ઝા, કે. એલ. એન. રાવ, હસમુખ પટેલ, ર્ડો. નિરજા ગોત્રુ રાવ, નરસિમ્હા તોમર, અભય ચુડાસમા, સુભાષ ત્રિવેદી, અશોક યાદવ, સંદીપ સિંઘ, પ્રેમવીર સિંઘ, દીપેન ભદ્રનને પણ 3 વર્ષ થઇ રહ્યાં છે. આવા સંજોગોમાં 12 પૈકી કેટલાની બદલી થશે અને કેટલા બદલાશે તે તો આગામી સમયમાં મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રીની મળનારી બેઠક પછી ચિત્ર સ્પષ્ટ થઇ શકે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain