કચ્છના નવા કલેકટરે અરજદારોના હિતમાં લીધો મોટો નિર્ણય

 કચ્છના નવા કલેકટરે અરજદારોના હિતમાં લીધો મોટો નિર્ણય

કચ્છના નવા કલેક્ટર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યાની સાથે જ કચ્છના લોકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કચ્છના દૂરનાં ગામડાંના અરજદારો માટે નવતર પહેલ કરી છે.

ગ્રામ્ય વિસ્તારના અરજદારોને પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ભુજ કલેકટર કચેરી સુધી ધક્કો ખાવો પડશે નહી.

ભુજ કલેકટર કચેરી સુધી ધક્કો ખાવો પડશે નહી

કચ્છનો ભૌગોલિક વિસ્તાર દેશમાં સૌથી મોટો છે અને ભૌગોલિક સમસ્યાઓ પણ વર્ષોની વણઉકેલી છે. ત્યારે મહેસૂલી આંટીઘૂંટીમાં અટવાયેલા કચ્છના દૂરના ગ્રામીણ અરજદારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી અરજદારો જે-તે તાલુકાની મામલતદાર કચેરીમાંથી અરજદાર ડાયરેક્ટ કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી રજૂઆત કરી શકશે. કલેક્ટરે જણાવ્યું કે, સોમવાર મુંદરા, માંડવી અને લખપત માટે, મંગળવાર અંજાર, ગાંધીધામ અને નખત્રાણા તેમજ બુધવાર અબડાસા, ભચાઉ તથા રાપર માટે ફાળવામાં આવ્યો છે. નાગરિકોએ પોતાની ફરિયાદ લઇને તાલુકા મામલતદારની કચેરીએ પહોંચી જવાનું રહેશે. ત્યાંથી બેસીને વી. સી. નાં માધ્યમથી કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કચ્છ કલેકટરે અરજદારોના હિતમાં નિર્ણય લીધો છે જેના કારણે અરજદારોનો સમય અને નાણા બચત થશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain