રાપર તા. ગુર્જર મેઘવાળ સમાજની ક્રિકેટ ટૂર્ના. માં આડેસરની ટીમ વિજેતા

 રાપર તા. ગુર્જર મેઘવાળ સમાજની ક્રિકેટ ટૂર્ના. માં આડેસરની ટીમ વિજેતા

રાપર તાલુકાના ઉમૈયા ગામે સ્વ. ગણપતભાઈ રામજીભાઈ રાઠોડ સ્મૃતિકપ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં પોતીબાઈ ઈલેવન ભુટકિયા સામે મોમાય એન્ટરપ્રાઈઝ આડેસરની ટીમે 2 વિકેટે રોમાંચક વિજય મેળવી વિજેતા ટ્રોફી અંકે કરી લીધી હતી. રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજમાં એકતા વધે તેવા હેતુ સાથે' ટૂર્ના. યોજાઇ હતી, જેમાં સુપરકિંગ્સ હમીરપર, ડો. આંબેડકર ઈલેવન પ્રાગપર, લાયન્સ ઈલેવન ભીમાસર, આર. કે. વોરિયર્સ કિડિયાનગર, જય ભીમ ઈલેવન કાનમેર, મોમાય એન્ટરપ્રાઈઝ આડેસર, પોતીબાઈ ઈલેવન ભુટકિયા અને અરિહંત કંન્ટ્રક્શન ઈલેવન ઉમૈયાએ ભાગ લીધો હતો. ફાઈનલમાં 10 ઓવરમાં 79ના લક્ષ્યાંક સામે આડેસર મધ્યમ હરોળના બેટર નીલેશ ગોહિલના 4 બોલમાં અણનમ 15 રનની મદદથી ટીમ જીતી હતી. મેન ઓફ ધી સિરીઝ ગોવિંદભાઈ ચૌહાણ રહ્યા હતા. કાનમેરના સ્વ. સવજીભાઈ સુજાભાઈ ગોહિલ પરિવારે ટ્રોફી માટે, મનોજ રમેશ સોલંકી મેન ઓફ ધી મેચની ટી શર્ટ માટે સહયોગ પૂરો પાડયો હતો.

જ્યારે મોમાય એન્ટરપ્રાઈઝ આડેસરના મહેશ ખીમજી પરમાર, જયંતી રામજી રાઠોડ, પ્રવીણ નારણ જાદવ, ધારાસાસ્ત્રી રમેશ કિરણ ચાવડા, લાલજી રણછોડ પરમાર, ક્રિષ્નાકુમાર દિનેશ સોલંકી, અમરશી ગેલાભાઈ ચૌહાણ, શ્યામ હાજાભાઈ ચૌહાણ અને મંગાભાઈ સુજાભાઈ ગોહિલ તેમજ આયોજક સંજય ગોહિલ, શ્યામ સોલંકી, રમેશ ધેડા, રાજેશ ગરવા, દિનેશ ચૌહાણ, રઘુભાઈ પરમાર, મોહન પરમાર, રમેશ સોલંકી વગેરેએ સહયોગ આપ્યો હતો. સ્કોરર તરીકે ધારાસાસ્ત્રી અમરત પરમાર, ભાવેશ પરમાર, પ્રવીણ સોલંકીએ, કોમેન્ટેટર તરીકે વિનોદ રાઠોડ અને દિલીપ પરમારે સેવા આપી હતી. ગામના સરપંચ વેલજીભાઈ માદેવા મકવાણા તથા અગ્રણીઓ પેથાભાઈ ભવન મકવાણા, મહેશ ઠાકોર, યોગેશ સુથાર, સહાયક ફોજદાર ધીરજ પરમાર વગેરે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain