બે એસ એફ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે*

બે એસ એફ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે*

 22 એપ્રિલ 2023 ના રોજ, BSF એ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર ગુજરાત અને રાજસ્થાનના બાડમેર ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક રેન્જર્સ અને પાક મરીન સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરી.  મીઠાઈઓનું વિનિમય બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો તેમજ સિરક્રીક ખાતે થયું હતું.

 રાષ્ટ્રીય મહત્વના તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરવાથી પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે છે અને બંને સીમા રક્ષક દળો વચ્ચે મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain