ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની પહેલ દ્વારા પરમ પૂજ્ય ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર માર્ગનું અનાવરણ માંડવી મુંદરા ના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધભાઈ દવે ના વરદહસ્તે કરવામાં આવ્યુ

 ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની પહેલ દ્વારા પરમ પૂજ્ય ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર માર્ગનું અનાવરણ  માંડવી મુંદરા ના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધભાઈ દવે ના વરદહસ્તે કરવામાં આવ્યુ

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા બારોઈ શાંતિનિકેતન કોલોની થી ગોકુલમ થઈ બારોઈ થી મોટાકપાયા જૂના રાજમાર્ગ નું નામકરણ ડૉ. હેડગેવાર માર્ગ તરીકે ની પહેલને મુંદરા બારોઈ નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલ હતું. 

આ પ્રસંગે  માંડવી મુંદરા ના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધભાઈ દવે ના વરદહસ્તે માર્ગનું અનાવરણ કરવામાં આવ્યુ હતું અને અનાવરણ કાર્યક્રમ માં મુંદરા બારોઈ નગરપાલિકા ના પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર અને નગરપાલિકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મુંદરાનગર માં ના નગરજનો પણ જોડાયા હતા.

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખાના  પ્રમુખ શ્રી ભુષણભાઈ ભટ્ટ એ માંડવી મુંદરા ના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધભાઈ દવે ને સંસ્થા વતી સ્વામિવિવેકાનંદ જી ની પ્રતિમા આપી આવકાર આપ્યો હતો અને વધુ માં    ક્રાંતિકારી ડો. હેડગેવારજી ના જીવનના  પ્રસંગો વિશે ખાસ જણાવતા કહ્યું હતું કે  ડો. કેશવ બલીરામ હેડગેવાર  દ્વારા ૧૯૨૫ મા સંઘ ની સ્થાપના ડોક્ટર સાહેબ દ્વારા કરવા મા આવી હતી જેનુ આજે ૧૩ થી વધુ દેશો મા કાર્ય ચાલે છે. જેઓ જન્મજાત દેશભક્ત હતા અને સમાજ પ્રત્યે એમની સંવેદનશીલતા અત્યંત ગહન અને પ્રખર હતી. દેશભક્તિ એમના જીવનનો વ્યવહાર હતી. બાલ્યકાળથી પ્રગટ થયેલો એમનો આ પાવન, શુદ્ધ ભાવ એમના સમગ્ર જીવન દરમિયાન ઉજાગર થતો રહ્યો. ડો. હેડગેવારની તપસ્યા, નિઃસ્વાર્થ સાધના, નિર્ભયતા તથા અદમ્ય સાહસયુક્ત દિવ્ય ઝાંખીને આંકવા તથા માપવા અસંભવ છે ભારત અને ભારતીયોને નવી દિશા ચીંધી હતી જન્મભૂમિ પ્રત્યે આત્મીયતા હતી. ડો. હેડગેવારે કહ્યું દેશભક્તિનો અર્થ છે  

આપણે જે ભૂમિ અને સમાજમાં જન્મ્યા છીએ તે ભૂમિ અને સમાજ પ્રત્યે લાગણી, આત્મીયતા અને મમતા હોવી જરૂરી છે.  દેશભક્તનો જે ભૂમિ પર જન્મ થયો છે, તેને તે માતૃભૂમિ, પિતૃભૂમિ તથા પુણ્યભૂમિ માને છે. વેદકાળથી આજ સુધી નિરંતર સંભળાતો ઉદઘોષ –ભૂમિ મારી માતા છે તેનો હું પુત્ર છું. દેશ માટે સર્વસ્વ અર્પણ  દેશભક્તિનો અર્થ છે–સમાજના ઉત્કર્ષ, સમાજમાં સમતા-સમરસતા અને બંધુતા નિર્માણ કરવી, સમાજના ઉત્થાન માટે સર્વસ્વ સમર્પણ કરવાની ચેતના જગાડતી પ્રેરણાશક્તિ. દેશ પ્રત્યે આત્મીયતા, તેની સંસ્કૃતિ પર ગૌરવ, જીવનમૂલ્યો પ્રત્યે નિષ્ઠા કૃતિમાં પરિવર્તિત થાય એ જ એની ચરમસીમા છે – જેમાં સર્વસ્વ સમર્પણ હોય.ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ટીમ ના દરેક સભ્યોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.a

0/Post a Comment/Comments

Stay Conneted

Domain