ડીસા માં ભીલડી થી રાજસ્થાન જતી ટ્રેન પટડી પર થી નીચે ઉતરી

ડીસા માં ભીલડી થી રાજસ્થાન જતી ટ્રેન પટડી પર થી નીચે ઉતરી


બનાસકાંઠામાં ડીસાના ભીલડી પાસે આજે વહેલી સવારે રેલવેના બે ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ઘટના ને પગલે રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

ડીસા પાસે આજે વહેલી સવારે ભીલડીથી રાજસ્થાનના રાણીવાડા તરફ કપચી ભરેલી રેલવે પસાર થઈ રહી હતી.

તે સમયે અચાનક કપચી ભરેલા રેલવેના બે ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા હતા ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

તેમજ અમદાવાદ થી ક્રેન બોલાવી રેલવે ની ટ્રેકના સમારકામ ની કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે હમણાં પૂરતો રેલવે વ્યવહાર શરૂ કરાયો હતો..આ ઘટના માં મોટી જાનહાની ટળી હતી પરંતુ રેલવેના બે ડબ્બા ટ્રેક પરથી ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતના કારણે અન્ય રેલવેના શિડયુલ પ્રભાવિત થયા હતા - અહેવાલ - અજય સોલંકી ડીસા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain