આડેસર પોલીસ મથક નું પુર્વ કચ્છ પોલીસ વડા દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધર્યું

 આડેસર પોલીસ મથક નું પુર્વ કચ્છ પોલીસ વડા દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધર્યું આડેસર પોલીસ મથક નું પુર્વ કચ્છ પોલીસ વડા દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધર્યું

રાપર વાગડ વિસ્તારના પ્રવેશદ્વાર આડેસર પોલીસ મથક નું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું જેમાં આડેસર પોલીસ મથક રજીસ્ટર તથા અન્ય રેકોર્ડ નું ચેકીંગ હાથ ધર્યું હતું ઉપરાંત પોલીસ કર્મચારીઓ ના પ્રશ્ર્ન તથા પોલીસ કોલોની ખાતે પોલીસ પરિવાર ની મુલાકાત લીધી હતી


તદ્ઉપરાંત આડેસર ખાતે અનુસુચિત જન જાતિના મહોલાની મુલાકાત લીધી હતી ચેક પોસ્ટ ની મુલાકાત લીધી હતી આડેસર પોલીસ મથક હેઠળના આડેસર ભીમાસર સણવા પલાંસવા માખેલ સહિત ના ગામો ના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી પોલીસ ને લગતા પ્રશ્નો તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અનુરોધ કર્યો હતો આડેસર પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર એ સંતોષ વ્યક્ત કર્યો હતો


આજે યોજાયેલ આડેસર પોલીસ મથક ના ઇન્સ્પેક્શન દરમિયાન હાઈવે રોડ ની પણ મુલાકાત લીધી હતી ઇન્સ્પેક્શન દરમિયાન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા રાપર સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર જે. બી બુબડીયા આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર બી જી રાવલ રિડર પીએસઆઇ વી. એ. ઝા પીએસઆઇ ડી. જી પટેલ મુકેશ ભાઈ સેગલ ભાવેશ ભાઈ મોદી જયમલ ભાઈ ચૌધરી રમેશ ભાઈ ગઢવી વરસાબેન દેવમોરારીસહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા 

એસપી મહેન્દ્ર બગડીયા એ આજે આડેસર ખાતે અનુસુચિત જન જાતિ ના મહોલ્લા ની મુલાકાત લીધી હતી અને રોડ પાણી રસ્તા વિજળી તથા અન્ય પ્રશ્નો ની ચર્ચા કરી હતી નાના બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો તદ્ઉપરાંત પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ ના બાળકો અને પરીવાર ની મુલાકાત લઈ પુછપરછ કરી હતી તેમજ રમત ગમત માટે બગીચો બનાવવા મા સુચના આપી હતી આડેસર પોલીસ મથક હેઠળના પલાંસવા ઓપી હેઠળ ના ગામો ની મુલાકાત લીધી હતી પોલીસ મથકે પોલીસ પરેડ તથા પોલીસ કર્મચારીઓ ના પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી







0/Post a Comment/Comments

Stay Conneted

Domain