“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર બોક્સાઇટ(ખનીજ) ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ’
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને, ગઇ તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ ગોયલ તથા સંજયદાન ગઢવી, સુરજભાઇ વેગડા, રાજદીપસિંહ ગોહીલનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હતા
![]() |
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઇ ગોયલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ફરાદી ગામથી નાની તુંબડી ગામ તરફ જતા રસ્તે આશાપુરા મંદીર તરફ સીમ વિસ્તારમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ખનીજ ટ્રકોમાં ભરી અન્ય જગ્યા લઇ જવાના છે. અને તેઓની આ પ્રવૃતિ હાલે ચાલુમાં છે. જેથી તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ત્રણ ટ્રકો તથા એક ઇસમ મળી આવેલ તેમજ મળી આવેલ ત્રણ ટ્રકો પૈકી બે ટ્રકોમાં બોકસાઈટ(ખનીજ) ભરેલ જોવામાં આવેલ જેથી હાજર મળી આવેલ મજકૂર ઇસમ પાસે સદરહુ જગ્યાએ બોકસાઈટ ભરવા અંગે પાસ પરવાના કે રોયલ્ટીની માંગણી કરતા પોતાની પાસે આવા કોઇ પાસ પરવાનો કે આધાર પુરાવા નહી હોવાની હકિકત જણાવેલ. જેથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટ(ખનીજ)ની કરેલ હોવાથી ખાણ અને ખનીજ વિભાગ, ભુજ -કચ્છનાઓને જાણ કરી આગળની કાર્યવાહી માટે કોડાય પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ (કુલ કિં.ગ. ૮,૦૨,૧૬૦/- )
અશોક લેલન્ડ કંપનીની ટ્રક રજી.નં. જીજે.૧૦.ટી.એક્સ.૩૫૩૪ જેમાં બોક્સાઇટ આશરે ૨૫ ટન ભરેલ ટાટા કંપનીની ટ્રક રજી.નં. જીજે.૩૭.ટી.૯૯૨૧ જેમાં બોક્સાઇટ આશરે ૨૫ ટન ભરેલ
ટાટા કંપનીની ટ્રક રજી.નં. જીજે.૨૫.યુ.૭૭૬૫
હાજર મળી આવેલ ઈસમ - રામભાઇ પોલાભાઇ ભુતીયા (મેર) ઉ.વ. ૨૫ ધંધો. ડ્રાઇવીંગ રહે. વચ્છરાજ દાદાના મંદીરની સામે, બોખીરા તા.જી. પોરબંદર
Post a Comment