ગાંધીનગર કલેક્ટર પ્રવીણા ડી. કે. અમદાવાદના નવા કલેક્ટર

 ગાંધીનગર કલેક્ટર પ્રવીણા ડી. કે. અમદાવાદના નવા કલેક્ટર 

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના (પરસોનલ) પ્રભાગના અધિક મુખ્યસચિવ એ. કે. રાકેશની સહીથી મોડી સાંજે ૧૦૯ IAS ઓફિસરોની બદલીના આદેશ થયા છે. જેમાં ૧૯૮૯ બેચના IAS સિનિયર ઓફિસર એ. કે. રાકેશની પોતાની પણ બદલી કૃષિ-સહકાર વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે થઈ છે. એવી જ રીતે બદલી-બઢતીના આ આદેશમાં ૬ જેટલા અધિક મુખ્યસચિવ (ACS) કક્ષાના સિનિયર અધિકારીઓ પણ બદલાયા છે. જ્યારે ૪ જેટલા અગ્રસચિવ (પ્રિન્સિપલ સેક્રેટરી)ઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૦ જેટલા જુનિયર અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના કુલ ૧૭ જેટલા જિલ્લા કલેક્ટરોની પણ બદલી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેક્ટરપદેથી ધવલ પટેલને બદલીને તેમના સ્થાને ગાંધીનગર જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડી. કે. ને નિમણૂક આપવામાં આવી છે. એવી જ રીતે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાંગલેને તેમના હાલની જગ્યાએથી બદલીને ઉદ્યોગ કમિશનર તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરપદેથી સંદીપ સાંગલેના સ્થાને અર્થાત ગાંધીનગર મ્યુ. કમિશનરના સ્થાને જે. એન. વાઘેલાની પસંદગી કરવામાં આવી છે. 

આ ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કમિશનરના પદેથી બંછાનિધિ પાનીના સ્થાને કચ્છ કલેક્ટર દિલીપકુમાર રાણાને મૂકવામાં આવ્યાં છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની જગ્યાએ રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુને મૂકાયા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત એન. એન દવેને બદલવામાં આવ્યા છે. તેમને સાબરકાંઠા કલેક્ટરની નવી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરપદેથી અરુણ મહેશ બાબુને બદલીને તેમને UGVCLના MD બનાવાયા છે. જ્યારે UGVCL-મહેસાણાના MD પ્રભાવ જોશીને બદલીને રાજકોટના જિલ્લા કલેક્ટરની જગ્યાએ મૂકવામાં આવ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain