રાપર શહેર મા પીજીવીસીએલ દ્વારા બે ફિડર થતાં વિજ પ્રશ્ર્નો ઉકેલાયા

 રાપર શહેર મા પીજીવીસીએલ દ્વારા બે ફિડર થતાં વિજ પ્રશ્ર્નો ઉકેલાયા

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં વરસો થી વિજ વણ ઉકેલયા હતા ત્યારે પીજીવીસીએલ ના અધિકારીઓ અને રાપર ના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના સંકલન ના લીધે દિન પ્રતિદિન વિજ પ્રશ્ર્નો ઉકેલવા માટે તત્પરતા દર્શાવી રહ્યા છે અગાઉ રાપર સબ ડીવીઝન માંથી બાલાસર સબ ડિવિઝનલ અલગ બનાવી પ્રાંથણ અને ખડીર ના વિજ ગ્રાહકોને રાપર સુધી જવું પડતું તે હાલકી ઓછી થઈ છે ત્યારે વધુ એક રાપર શહેર મા વધુ સુવિધા ઉપલબ્ધ થઈ છે

જેમાં રાપર શહેર મા નવું ફિડર અલગ બનાવવા મા આવ્યું છે  રાપર ના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ની રજૂઆત થી અને પીજીવીસીએલ ના એમ ડી. દવે પૂર્વ કચ્છ પીજીવીસીએલ ના અધિક્ષક ઝાલાવાડીયા ભચાઉ કાર્યપાલક ઈજનેર દઢાણીયા તથા રાપર ના નાયબ કાર્યપાલક ઈજનેર અલ્પેશ પ્રજાપતિ એ કામગીરી હાથ ધરી છે

આજ અંગે રાપર ના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રજાપતિ એ માહિતી આપતાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે રાપર શહેર ના આઠ હજારથી વધુ વિજ ગ્રાહકોને વીજ સમસ્યા નો પ્રશ્ર્ન ઊભો હતો ત્યારે રાપર શહેર ની વિજ સમસ્યા દૂર કરવા માટે સીટી મા સીટી ફિડર બેભાગ નવું ફિડર અને ચાર નવા ટ્રાન્સફર ઉભા કરવામાં આવ્યા છે જેમાં રાપર સીટી મા પાવર હાઉસ થી ગુરુકુળ માગેઁ એકતા નગર સાડા ત્રણ કિલોમીટર ની વિજ લાઈન ઉભી કરવામાં આવી છે એટલે રાપર શહેર ની વિજ સમસ્યા દૂર થશે નવા ફિડર ને ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે આમ રાપર શહેર અને તાલુકા ના વિજ પ્રશ્ર્નો ઉકેલવા માટે તત્પરતા દર્શાવી રહ્યા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain