ગાંધીધામમાં દિવ્યાંગ બાળકોનો કલા સંગમ

 ગાંધીધામમાં દિવ્યાંગ બાળકોનો કલા સંગમ


શારીરિક રીતે અશક્તિ ધરાવતા દિવ્યાંગોની કલાશક્તિ અનોખી હોય છે. દિવ્યાંગ કલાકારોનો એક અલાયદો કાર્યક્રમ `એક શામ દિવ્યાંગો કે નામ'નું બુધવારે ગાંધીધામ ખાતે આયોજન કરાયું છે. કચ્છમિત્ર દ્વારા શ્રી નવચેતન અંધજન મંડળ (ભુજ અને ભચાઉ)ના દિવ્યાંગ કલાકારોની કલા અને કૌવતથી કચ્છના લોકોને અવગત કરાવવા ગાંધીધામના ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઇ રહેલા આ કાર્યક્રમને ચોમેરથી આવકાર મળી રહ્યો છે. નાનાં બાળકોથી માંડીને યુવા દિવ્યાંગ કલાકારો દ્વારા સંગીત, નાટક અને નૃત્ય સહિતની કૃતિઓ કાર્યક્રમમાં રજૂ કરાશે. 

આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર ઇશિતાબેન ટીલવાણી, વિધાનસભાના માજી અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, કંડલા પોર્ટના અધ્યક્ષ એસ. કે. મેહતા, ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઇ કાનગડ, મંત્રી મહેશ તિર્થાની અને નવચેતન અંધજન મંડળના મેનેજિંગ ટ્રસ્ટી લાલજીભાઇ પ્રજાપતિ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રીરામ કેમ ફૂડના અગ્રણી દાતા બાબુભાઇભીમાભાઇ હુંબલ, લાયન્સ હોસ્પિટલ-ભુજના ભરતભાઇ મહેતા, કિરણ ગ્રુપના સુરેશ ગુપ્તા, પોર્ટ બીઝના મહેશ પૂજ, લાયન્સ ક્લબના ધીરેનભાઇ મહેતા સહિતના અગ્રણીઓ આ દિવ્યાંગ કલાકારોને પ્રોત્સાહિત કરવા હાજરી આપશે. વિવિધ સંસ્થાના સભ્યો અને કલારસિકો આ કાર્યક્રમમાં ભારે રસ બતાવી રહ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain