ગણતરીના કલાકોમાં લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

 ગણતરીના કલાકોમાં લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ ત૨ફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી બનાવો રોકવા તેમજ લુંટના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પો.સ્ટે.ગુ.૨.નં ૧૧૯૯૩૦૦૪૨૩૦૧૪૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૨ ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં ત્રણ અજાણ્યા ઈસમો કાળા કલરની એક્ટિવા જી.જે ૧૨ ઇ.એચ ૦૨૩૦ વાળી લઇને આવેલ અને ફરીને છરીની અણીએ તેના ખિસ્સામાંથી ૩૦૦૦/- રૂપિયા તથા વિવો કંપનીની એન્ડ્રોઇડ મોબાઇલ જે ડી.રૂ ૬૦૦૦/- એમ કુલ્લે કી.રૂ ૯૦૦૦/-ની લુંટ કરી નાશી ગયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરવા પ્રયત્નમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે લુંટના ગુન્હામા સંડોવાયેલ ત્રણ આરોપીઓને પકડી પાડી કુલ્લે ડી.રૂ ૬૯૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હાનો ભેદ ઉકેલી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુન્હા નંબર તથા કલમ : ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૪૨૩૦૧૪૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૨ ૧૧૪ મુજબ

પકડાયેલ આરોપી :- (૧) મહેશ લખમણભાઇ કંઢેર (ભટ્ટી) ઉ.વ ૨૪ ૨હે સર્વોદય સોસાયટી ભચાઉ (૨) હનીફ હાજી ધોના ઉ.વ ૨૨ ૨હે હીંમતપુરા વિસ્તાર ભચાઉ (૩) કમલેશ ના૨ણ કોલી ઉ.વ ૧૯ ૨હે મણીનગર વિસ્તાર ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ (૧)વીવો કંપનીની એન્ડ્રોઈડ મોબાઈલ જે કી.રૂ ૬૦૦૦/- (૨) રોકડા રૂપિયા ૩૦૦૦/– (3) છરી નંગ ૦૧ જે કી.રૂ ૦૦/૦૦ (૪) સદરહું ગુન્હામાં વપરાયેલ એક્ટિવા જેના ૨જી નં-જી.જે ૧૨ ઇ.એચ 0૨૩) જે કી.રૂ ૪૦૦૦૦/- (૫) મોબાઇલ ફોન નંગ ૦૨ જે કી.રૂ ૨૦,૦૦૦/- કુલ કિ.રૂ:૬૯૦૦૦/-

ગુનાહીત ઇતિહાસ:- (૧) હનીફ હાજી ધોના ઉ.વ ૨૨ ૨હે હીંમતપુરા વિસ્તાર ભચાઉ વાળા વિરૂધ્ધ અગાઉ ભચાઉ પો.સ્ટે ગુ.૨.નં ૪૨૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૯૨ ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ પી.એન.ગમાર તથા સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain