રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી
રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આડેધડ પાર્ક થતાં વાહનો સામે રાપર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ વિજય બગડા રવજી સોલંકી ભાવેશ પરમાર વિગેરે એ રાપર શહેર ના એસ.ટી બસ સ્ટેન્ડ વિસ્તાર દેના બેંક ચોક સલારી નાકા પ્રાગપર ચોકડી બગીચા પાસે ખોડીયાર મંદિર રોડ ત્રંબો ચોકડી માલી ચોક ભુતિયા કોઠા રોડ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્ક કરવામાં આવેલ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સામે લાલ આંખ કરી હતી જેમાં ડીટેઈન વાહનો 29..એન.સી.કેસ 13 સ્થળ દંડ 6900..આરટીઓ દંડ 118900/= કાળી પિકચર ધરાવતા વાહનો 65 જેટલા ની દુર કરવા મા આવી હતી આમ રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ પોલીસ દ્વારા આદરવા મા આવતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી ગયો હતો
Post a Comment