વાગડમાં છરીની અણીએ ઘરમાં ઘૂસી પરિણીતાની લાજ લૂંટી લેવાઈ

 વાગડમાં છરીની અણીએ ઘરમાં ઘૂસી પરિણીતાની લાજ લૂંટી લેવાઈ

લખાગઢના શખ્સે બળાત્કાર ગુજારી ધાકધમકી કરતા ફોજદારી

રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં છરીની અણીએ ઘરમાં ઘૂસીને પરિણીતાની લાજ લૂંટી લેવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આડેસર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનાર મહિલાએ જણાવ્યું કે, આરોપી લખાગઢ ગામનો શ્રવણ અમરદાસ સાધુ નામનો શખ્સ ફરિયાદીના ઘરે આવી પહોંચ્યો હતો અને છરી બતાવી તેની મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. અવારનવાર તે છરીની અણીએ શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજારતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ જેથી આ શખ્સના ત્રાસથી કંટાળીને પરિવારજનોને વાકેફ કર્યા બાદ આરોપી સામે આડેસર પોલીસમાં ફોજદારી દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain