જગદગુરુ સતપંથાચાર્યશ્રી દ્વારા ભુજ અને માંડવીમાં નિષ્કલંકી નારાયણ ભગવાન નું નવ નિર્માણ મંદિર બનાવા માટે આહ્વઆન કરવામાં આવ્યું

જગદગુરુ સતપંથાચાર્યશ્રી દ્વારા ભુજ અને માંડવીમાં નિષ્કલંકી નારાયણ ભગવાન નું નવ નિર્માણ મંદિર બનાવા માટે આહ્વઆન કરવામાં આવ્યું.

કચ્છ.ગુજરાત.મુંબઇ.નાશિક.પુના.ઓડિશા.બેંગલોર. માંથી હજારો સંખ્યામા હરીભક્તો ધર્મ જાગરણ ધર્મસભા માં જોડાયાં.

હજારો સંખ્યામાં હરિભક્તો યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રોગ્રામ નિહાળ્યું

માંડવી કચ્છ :- માંડવી શહેરમાં સામાજિક સમરસતા એવમ સનાતન સતપંથ ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજીની અધ્યક્ષતામાં સનાતન સતપંથના હર ઘરમાં ધર્મ નિશાન છડી અને પાદુકાના કાર્યક્રમમાં કચ્છ ના દક્ષિણ વિસ્તારના માંડવી મુન્દ્રાના તમામ ભાવિકોના ઘરે સદગુરૂ મહારાજશ્રીના પાદુકા, છડી, ધર્મ નિશાનના પગલાં થવાના છે, તે સંદર્ભે કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથના હરીભક્તો દ્વારા કોડાયપુલથી માંડવી બાઈક રેલી અને માંડવીના સ્વામિનારાયણ મંદિરથી જી.ટી.ગ્રાઉન્ડ ખાતે કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજે વાજતે ગાજતે સંતોના શોભા યાત્રા નિકળી હતી,

જેમાં જ્ઞાનેશ્વરદેવાચાર્યજી, દિવ્યાનંદહરિજી મહારાજ, મહંત વિધ્વંભરગિરિજી મહારાજ,સંત રતીબાપા, સંત પંકજદાસજી મહારાજ સહિતના સંતો મહંતોનું સ્વાગત કરાયું હતું.ધર્મસભામાં સંતો મહંતો અને માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ દવે, અબજીભાઈ ધોળુ,તા.પં. પ્રમુખશ્રી.નિલેશભાઈ મહેશ્વરી, માંડવી નગર પાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી, કા.ચેરમેન.જિજ્ઞાબેન, જીલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સંઘાણી,માંડવી તાલુકા.બીજેપી.પ્રમુખશ્રી સુરેશભાઈ સંઘાર, વીએચપીના.મહામંત્રી દીપેશભાઈ જોષી, શાંતિભાઈ હીરજીભાઈ કારાણી,હીરજીભાઈ, ડાયાલાલભાઈ ઉકાણી, પરબતભાઈ, દેવજીભાઈ, જોષનાબેન સહિતની ઉપસ્થિતિમાં જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવા ચાર્ય અને ધારાસભ્ય શ્રી અને સંતોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સમાજના પ્રમુખશ્રી ડાયાલાલભાઈ ઉકાણી, ઉ.પ્ર.કિશોરભાઈ વાસાણી, મહામંત્રી જેઠાલાલભાઈ સેંઘાણી,ઝોન પ્રમુખ લાલજીભાઈ ધોળુ, પ્રવીણભાઈ સંઘાણી, યુવા સંઘના પ્રમુખ જેન્તીલાલ ભીમાણી, યુવા સંઘના ઝોન પ્રુમખ ઉમેશભાઈ માવજીભાઈ જબુઆણી, ઝવેરબેન ભીમાણી, પ્રવીણભાઈ વેલાણી, મોહનભાઈ વેલાણી, મેઘજીભાઈ ધોળુ સહિતનાઓનું સન્માન કરાયું હતું.

જીતુભાઈ જબુઆણી, રતિલાલ, પરસોત્તમભાઈ પોકાર સહિતે ગુરુદેવ ના પાદુકા,છડી,પૂજન કરી ઉપસ્થિત સંતો-મહંતોનો સત્કાર કર્યા હતાં.માડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ દવે જણાવ્યું હતું કે હું આ સમાજના જગદગુરુશ્રી.કરશનદાસજી મહારાજશ્રી સાથે સનાતન સતપંથ ધર્મ વિશે વાર્તાલાપ કર્યુ છે અને મહારાજશ્રી પાસે સારું એવુ જ્ઞાન મેળવ્યું છે. મારા મત વિસ્તાર માંડવી નાં શહેરની ધરતી પર જગદગુરુશ્રીના પાદુકા અને ધર્મ નિશાન છડી અને સંતો મહંતોના પાવન પગલાં થયાં જેથી અમે અને અમારું માંડવી શહેરની ધરતી અને માંડવી વિસ્તાર પવિત્ર થયું અને કડવા પાટીદાર પ્રેરણા પીઠ સનાતન સતપંથ સમાજ વતી થી ભગવાન શ્રીરામના ભવ્ય નવ નિર્માણ મંદિર બની રહ્યું છે ત્યારે તે મંદિર માટે એક કરોડ અને એકાવન લાખ રૂપિયા નું ફંડ મળ્યું છે તે સમાજ ધન્ય ને પાત્ર છે તેવું જણાવી ને ધારાસભ્યશ્રી એ શુભેચ્છાઓ પાઠવી હતી.

જગદગુરુ જ્ઞાનેશ્વરદેવાચાર્યજીએ સદગુરૂ દેવની ધર્મ નિશાન છડી અને પાદુકા વિશે છણાવટ કરીને યાત્રામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં નિષ્કલંકીનારાયણ ભગવાનના ૪,નવ નિર્માણ મંદિર પામ્યા છે અને તો તેમનું ૧૫-દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, ત્યારે હવે માંડવી અને ભુજમાં નિષ્કલંકી નારાયણ ભગવાન નું નવ નિર્માણ મંદિર બને તેવું સંતશ્રી એ પ્રવચન દરમિયાન આહ્વઆન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ભોજન ના દાતાશ્રીઓ અબજીભાઈ ધોળુ, મોહનભાઈ ધોળુ, હીરાલાલભાઈ ધોળુ રહ્યા હતા.અને તમામ ભોજન દાતાશ્રીઓ તેમજ આ શુભ પ્રસંગના અલગ અલગ દાતાશ્રીઓ સહીતનુ જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવા ચાર્ય મહારાજ ના વરદહસ્તે સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જેઠાલાલ સેંઘાણી.મેરાઉ, રાજુભાઈ ચૌધરી, અરવિંદભાઈ ઉકાણી.મુન્દ્રા, ભરતભાઈ માકાણી, ભાવેશભાઈ સેંઘાણી, સોમજીભાઈ લીંબાણી, કાંતિભાઈ પોકાર, ભરતભાઈ ભીમાણી, નરશીભાઈ જબુઆણી, કાંતિભાઈ છાભૈયાએ કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રતિલાલભાઈ ગોરાણી,જયેશભાઈ ચૌધરી અને કુંવરજીભાઈ ધોળુએ કર્યુ હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain