રાપર તાલુકા ની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી વધુ એક શિક્ષિકા ની સેવા સમાપ્ત કરવા મા આવી

રાપર તાલુકા ની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી   શિક્ષિકાઓની સેવા સમાપ્ત કરવા મા આવી


વાગડ વિસ્તારના રાપર તાલુકા મા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં લોલમલોલ ચાલી રહ્યું છે ત્યારે રાપર તાલુકાના અનેક ગામોમાં આવેલ વાંઢ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પંદર દિવસ સુધી શાળામાં અભ્યાસ કરાવવા માટે આવતા નથી તો અનેક શિક્ષકો પગાર લેવા માટે આવતા હોય છે અવારનવાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે પરંતુ અગાઉ થી ખબર પડી જતાં શિક્ષકો ફરજ પર આવી જાય છે 

રાપર તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ જાડેજા હતાત્યારે અવારનવાર શાળાઓ અને આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રમાં તપાસ હાથ ધરી અનેક ગાપચી બાજો ને પકડી પાડયા હતા અવારનવાર તાલુકા સંકલન સમિતિની બેઠકમાં અને જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ મા ગાપચી બાજ શિક્ષકો ની ફરીયાદ થતા ગઈકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લખાગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા હેતલબેન ખુશાલભાઈ પટેલ બિન અધિકૃત રીતે ચાર વર્ષ થી ગેરહાજર રહેતા તેમની સેવા સમાપ્ત કરવા નો આદેશ કર્યો હતો તો વધુ એક શિક્ષિકા કે જે રાપર તાલુકા ધોરીયાવાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા 

તેઓ પણ ચાર વર્ષ થી બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા તેઓ સામે પણ પગલાં લઈ સેવા સમાપ્ત કરવા નો હુકમ કરવામાં આવ્યો હતો આમ રાપર તાલુકા ની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને બિન અધિકૃત રીતે ગેર હાજર રહેતા કે ગાપચી મારતા શિક્ષકો મા ફફડાટ વ્યાપી ગયો છે જો રાપર તાલુકાની વાંઢ વિસ્તાર અને સરહદી વિસ્તાર ના ગામો મા આવેલ શાળામાં તપાસ હાથ ધરવામાં આવે તો હજુ અનેક શિક્ષકો હડફેટે ચડી જાય તેમ છે તો જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીમો બનાવી ક્રોસ ચેકીંગ કરે તે જરૃરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain