આડેસર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એ શાંતિ સમિતિની બેઠક બોલાવી

 આડેસર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એ શાંતિ સમિતિની બેઠક બોલાવી

રાપર આગામી દિવસોમાં આવનાર હિન્દુ મુસ્લિમ સમાજ ના પવિત્ર તહેવારો રમઝાન ઈદ અને પરશુરામ જયંતી ને અનુલક્ષીને કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર જે. બી બુબડીયા પીએસઆઇ બી જી રાવલ ડી. જી પટેલ એ. વી. ઝા સહિત ના પોલીસ અધિકારીઓ અને આડેસર તથા આસપાસના હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો મુસાભાઈ હિંગોરજા ભગાભાઇ આહિર માદેવભાઈ આહિર હારુન હિંગોરજા લાલમામદ હિંગોરજા વિષ્ણુદાન ગઢવી ભરત ઠાકોર સંજય રાઠોડ રાણાભાઈ આહિર અકબર ભાઈ ભટ્ટી સૈયદ સિકંદર અલી આદમ હિંગોરજા હરપાલસિંહ રાણા જી. કે. ગુરખા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એસપી મહેન્દ્ર બગડીયા એ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ને ભાઈચારાની ભાવના સાથે તહેવારો હળીમળીને ઉજવવા માટે જણાવ્યું હતું અને આડેસર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ સંગ્ધિત પ્રવૃત્તિ કે લોકો જોવા મળે તો પોલીસ ને જાણ કરવા અનુરોધ કર્યો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain