અબડાસાના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી સલામતી દળને ફરીાચરસનું પેકેટ મળી આવ્યું

અબડાસાના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી સલામતી દળને ફરીાચરસનું પેકેટ મળી આવ્યું

કચ્છના પશ્ચિમી દરિયાઈ વિસ્તારમાંથી ફરી માદક પદાર્થના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક બાદ એક ચરસના પેકેટ મળી રહ્યા છે. ગત મંગળવારની મોડી સાંજે, BSFની વિશેષ સર્ચ પાર્ટીએ કચ્છના જખૌ કાંઠાથી લગભગ 10 કિલોમીટર દૂર એક દુર્ગમ બેટમાંથી શંકાસ્પદ દવાઓનું એક કિલો વજન ધરાવતું 1 પેકેટ જપ્ત કર્યું હતું. તો આ પૂર્વે છેલ્લા પખવાડિયા દરમિયાન અબડાસા તાલુકાના દરિયાઈ ક્ષેત્રના અલગ અલગ સ્થળેથી આ ચરસના પેકેટ જમીન પર પડેલા મળી આવ્યા હતા. તો આજે ફરી એક વખત ચરસનું પેકેટ જખૌ પાસેના ચિભડિયા બેટ પરથી મળી આવ્યું છે. જખૌ મરીન પોલીસ અને સ્ટેટ આઈબીની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવા દરમિયાન આ પેકેટ મળી આવ્યું હતું.

આ અંગે વર્તમાન સમયમાં ચરસના પેક્ટ મળવાના સિલસિલા પૂર્વે BSF ને લખપતના સર ક્રિક પાસેથી એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ શરૂ થયો છે. જોકે આ પ્રકારના પેકેટ સમુદ્રી લહેરો મારફતે તણાઈ આવતા હોવાનું BSF દ્વારા જાહેર કરાયું હતું. અલબત્ત ગયા અઠવાડિયે જખૌ કિનારે ચરસના પેકેટો મળી આવ્યા બાદ, BSFએ જખૌ કિનારે અલગ અલગ બેટો ઉપર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કેતાં 15ના જખૌ બંદરથી 10 કિલોમીટર દૂર ઓગાત્રા બેટ પરથી BSFને ચરસનું એક પેક્ટ મળી આવ્યું હતું તો તેના એક દિવસ પૂર્વે તા. 12ના એક સાથે ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા, મળી આવેલા પેકેટ ઉપર અંગ્રેજીમાં અફઘાન બ્રાન્ડ લખેલું હતું. આજે મળેલા પેકેટ ઉપર પણ આજ પ્રકારનું લખાણ જોવા મળ્યું હતું - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain