મુંદરા - પોલીસ દ્વારા સેઝ વિસ્તારમાં હનિકોમ સી એફ એસ ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યકમ યોજ્યો
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે. આર. મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર.જનકાત સાહેબ ભુજ વિભાગ ભુજ તથા ડી.વાય.એસ. પી.શ્રી એમ.જે. ક્રિશ્ચન સાહેબનાઓની સુચનાથી ગંભીર અકસ્માતના તેમજ ફેટલ અકસ્માતના ગુન્હાઓ બનતા અટકે તે સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ હોય તે અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ તારીખ 29/04/2023 ના રોજ મુંદરા SEZ (સેઝ) વિસ્તારમાં આવેલ હનીકોમ સી.એફ.એસ. ખાતે ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફ્ટીનો કાર્યક્રમ યોજવામાં આવેલ
જેમાં મુંદરા પોલીસ સ્ટેશનના Pi શ્રી એચ.એસ.ત્રિવેદી તેમજ પોલીસ સ્ટાફ તેમજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગાંધીનગરના રોડ સેફ્ટી એક્સપોર્ટશ્રી દેવેશશીંગ રઘુવંશી, એ.એમ.ડાભી, નીનાદ આઠવલે, તથા આર.ટી.ઓ. ભુજના ઇન્સ્પેક્ટરશ્રી અંકિતભાઈ પટેલ તેમજ સરકારી હોસ્પિટલ મુંદરાના મેડિકલ ઓફિસર ડોક્ટરશ્રી મંથન ફફલનાઓ તથા અમી ચશ્માઘર મુંદરાનાઓ હાજર રહેલ અને કાર્યક્રમમાં મુંદરા પોર્ટ વિસ્તારમાં ટ્રક તથા બસ ચાલકોના ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોના પાલન બાબતે તેમજ વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાના ખૂબ જ અગત્યની બાબતો અંગે વિડિયો પ્રેઝન્ટેશન તથા પ્રોજેક્ટ ચાર્ટ દ્વારા સમજ કરવામાં આવેલ તેમજ મેડિકલ ઓફિસરશ્રી તેમજ અમી ચશ્માઘર દ્વારા ડ્રાઈવરોની મેડિકલ ચકાસણી તેમજ આંખોની નિશુલ્ક ચકાસણી કરવામાં આવેલ.
આમ, ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટીનો કાર્યક્રમ મુંદરા પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલ જેમાં 350 થી 400 ટ્રક/બસના ડ્રાઈવર મિત્રો હાજર રહેલ હતા.
Post a Comment