ક્રિષ્ના એગ્રોમાં દરોડો પાડતા કોમોડીટી બ્રોકરોમાં ફફડાટ

 ક્રિષ્ના એગ્રોમાં દરોડો પાડતા કોમોડીટી બ્રોકરોમાં ફફડાટ

જીરુનું હબ ગણાતા ઉંઝાના વેપારીઓને હંફાવવા રાજકોટ કોમોડીટીના મોટા ગજાના વેપારી દ્વારા ખેલ પાડયાની શંકા સાથે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની સીઆઇ સેલની ટીમ ગતરાતે રાજકોટ દોડી આવી હતી અને 150 ફુટ રીંગ રોડ પર ટાઇમ સ્વેર બિલ્ડીંગના સાતમા માળે આવેલી ક્રિષ્ના એગ્રો નામની પેઢીમાં સઘન ચેકીંગ કાર્યવાહી કરી પેઢીના માલિક ભરતભાઇ દાસાણીના લેપટોપ અને મોબાઇલની ઉંડી તપાસ માટે એફએસએલને મોકલવામાં આવ્યા છે. કોમોડીટી અંગેના દરોડાના પગલે કોમોડીટી બ્રોકરોમાં ફફડાટ મચી ગયો છે. અને કેટલાય બ્રોકરોએ પોતાના મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યાનું સામે આવ્યું છે.

કેટલાક સમયથી જીરુના ભાવ આસમાને પહોચી ગયા છે. તેની પાછળ સટ્ટાખોરી કારણભૂત હોવાની ચર્ચાએ ચકચાર જગાડયા બાદ ક્રિષ્ના એગ્રોના માલિક ભરતભાઇ દાસાણી જીરુના ઉંચા ભાવે કરેલા સોદના કારણે કોમોડીટી માર્કેટમાં ભારે ઉતેજના જગાડી છે. જીરુના ઉંચા ભાવના કારણે ઉંઝાના જીરુના વેપારીઓ દોડતા થઇ ગયા છે. ત્યારે જીરુના ભાવ વધવા પાછળ સટ્ટાખોરી અને સંગ્રાહખોરી કારણભૂત હોવાની શંકા સાથે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ સીઆઇ સેલના ડીવાય. એસ. પી. રઘુવંશી અને તેમના રાઇટર રાજેશ ચૌધરી સહિતના સ્ટાફે ગતરાતે 150 ફુટ રીંગ રોડ પર ટાઇમ સ્કવેર બિલ્ડીંગના સાતમાં માળે આવેલી ક્રિષ્ના એગ્રોમાં દરોડો પાડયો હતો. ભરતભાઇ દાસાણીની ક્રિષ્ના એગ્રોમાં કોમોડીટી અંગે સીઆઇ સેલના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યાની જાણ કોમોડીટી બજારમાં વાયુવેગે પસરી જતા કોમોડીટીના બ્રોકરોએ પોતાના મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યા હતા.

સીઆઇ સેલની ટીમ દ્વારા ભરતભાઇ દાસાણીના નિવાસ સ્થાને કોઇ કાર્યવાહી કરી ન હતુ પંરતુ તેમના દ્વારા થયેલા જીરુના સોદાની જીણવટભરી માહિતી મળી રહે અને ક્રિષ્ના એગ્રો દ્વારા કેટલું જીરુની ખરીદી કરી તેમજ કયાં સંગ્રાહખોરી કરી તે અંગેની માહિતી બહાર લાવવા માટે ભરતભાઇ દાસાણીના લેપટોપ અને મોબાઇલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે ક્રિષ્ના એગ્રો દ્વારા કરવામાં આવેલા વેપાર અંગેની જાણકારી મળી રહે અને સટ્ટાખોરી કરી હશે તો તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ સીઆઇ સેલના ડીવાય. એસ. પી. રઘુવંશીએ જણાવ્યું હતું.

ઉંઝાના જીરુના વેપારીઓની જેમ ક્રિષ્ના એગ્રોનું જીરુના વેપારમાં મોટુ નામ હોવાથી અને જીરુના ભાવ સટ્ટાખોરીના કારણે જ ઉચકાયા હોવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે સીઆઇ સેલની ટીમ દ્વારા કબ્જે કરાયેલા લેપટોપ અને મોબાઇલની એફએસએલ દ્વારા ઉંડી તપાસ થયા બાદ જ દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે તેમ હોવાનું સીઆઇ સેલના સુત્રો જણાવી રહ્યા છઠે. સીઆઇ સેલના ડીવાય. એસ. પી. રઘુવંશીની ટીમે રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં જાણવા જોગ નોધ કરાવ્યા બદ કાર્યવાહી કરી છે. પરંતુ હજી સુધી કોઇ સતાવાર ગુનો બન્યાનું જાહેર કરવામાં આવ્યું ન હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain