રાપર તાલુકા ના ગાગોદર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી

 રાપર તાલુકા ના ગાગોદર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી

રાપર હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજ ના પવિત્ર રમઝાન માસ અને હિન્દુ સમાજ ના તહેવારો અખા ત્રીજ અને પરશુરામ જયંતી તથા અન્ય ધાર્મિક તહેવારો ને અનુલક્ષીને રાપર તાલુકાના હાઇવે પર આવેલા ગાગોદર પોલીસ મથક ખાતે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ની સુચના થી ગાગોદર પોલીસ સબ ઇન્સ્પેકટર ડી. આર ગઢવી એ શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં હાલ ચાલી રહેલા રમઝાન માસ તથા વૈશાખ માસ દરમિયાન આવતા ધાર્મિક તહેવારો અખાત્રીજ અને પરશુરામ જયંતી તથા અન્ય તહેવારો ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં તમામ સમાજ ના લોકો ને ભાઈચારાની ભાવના સાથે હળીમળીને તહેવારો ની ઉજવણી કરવામાં તથા કોઈપણ સમાજની લાગણી ના દુભાય તે રીતે ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો

બેઠકમાં ગાગોદર પોલીસ સબ ઇન્સ્પેકટર ડી આર ગઢવી જેઠાભાઈ મુસીર જગદીશ સિંહ સરવૈયા બી. બી. ઝાલા હિમતભાઈ યોગેપ્ર્દ્સિંહ રાજપૂત દિગુભા ચુડાસમા પ્રકાશ પ્રજાપતિ હનીફભાઈ  મનસુરી કાસમભાઈ ઘાંચી નવિન મારાજ કિશોર રાજગોર હરેશ  ભાઈ જોશી લતીફભાઈ મનસુરી સલીમ ખલીફા સોહિલ મીર કાસમ મનસુરી અજય મારાજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain