ઘરથી કિલોમીટરો દૂર સંતાનો સાથે આપવા આવી પરીક્ષા

 ઘરથી કિલોમીટરો દૂર સંતાનો સાથે આપવા આવી પરીક્ષા

રાજ્યભરમાં પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં આ પરીક્ષામાં જનેતાના સંઘર્ષની કહાની સામે આવી છે. પોતાના બે સંતાનો સાથે એક માતા અઢીસો કિલોમીટર દૂર રાજકોટથી પરીક્ષા આપવા પહોંચી. તો અન્ય એક માતા દોઢસો કિલોમીટર દૂર બનાસકાંઠાના વડગામ તાલુકાથી અમદાવાદના સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી હતી. 

જુનિયર ક્લાર્ક માટે પરીક્ષા ખંડમાં માતાની પરીક્ષા જ્યારે કેન્દ્રની બહાર બાળકોને સાચવવા પિતાની પરીક્ષાના દ્રશ્યો જોવા મળ્યા. પંચાયત સેવા પસંદગી મંડળની આજે પરીક્ષામાં લાખો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે ઉમેદવારો પોતાના ઘરથી દૂર દૂર સુધીના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે અમદાવાદ આવ્યા છે. જેમાં બનાસકાંઠાના આશાબેન શ્રીમાળી પોતાની દોઢ વર્ષની બાળકી સાથે પરીક્ષા આપવા આવ્યા છે.

તો રાજકોટની આરતીબેન પોતાના 2 સંતાનો સાથે લઈને પરીક્ષા આપવા આવી છે. આ બાળકઓને સાચવવા સાથે મહિલાઓએ પરીક્ષાની તૈયારી કરી અને હવે મહિલાઓને સરકારી નોકરી મેળવવાની આશા છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના નાનકડા ગામ મેતાથી આવેલા આશાબેન શ્રીમાળી પોતાની દોઢ વર્ષની દીકરી અને પતિ શૈલેષભાઇ સાથે પરીક્ષા આપવા આવ્યા છે. 

તેઓ કહે છે કે, પરીક્ષા માટે ગઈકાલે રાતે જ તે અમદાવાદ આવી ગયા હતા. એક સબંધીનાં ઘરે રોકાયા હતા. ગઇ વખતે પરીક્ષા કેન્દ્ર નજીક હતું એટલે તકલીફ નહોતી પડી પરંતુ આ વખતે કેન્દ્ર દૂર છે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા આશાબેનની છે. હવે પોતાનાથી 2 કલાક બાળકને દૂર રાખીને માતા પરીક્ષા આપશે પણ દોઢ વર્ષના બાળકને સાચવવા પિતાની પરીક્ષા થશે.

આવી જ રીતે રાજકોટથી આરતીબેન પાલ 2 બાળકો, પતિ રાજેશભાઇ અને 9 મહિના અને 2 વર્ષના બાળક સાથે પરીક્ષા આપવા આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર અઢીસો કિલોમીટર દૂરથી આખો પરિવાર ગઈકાલે રાતે જ અમદાવાદ આવી ગયો હતો. બાળક નાનું હોવાથી બાળકને માતાના ફિડિંગની જરૂર હોવાથી માતા અત્યારે સતત સાથે રાખી રહી છે પરંતુ કેન્દ્રમાં ગયા બાદ માતાને બાળકની ચિંતા છે. જોકે માતા પણ મનથી મક્કમ છે અને પરીક્ષા પાસ કરવાનું નક્કી કરી તૈયારી સાથે આવ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain