વડનગર મેડીકલ કોલેજ હોલમાં ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ૧૦૮ના કમૅચારીઓ નું સન્માન

 વડનગર મેડીકલ કોલેજ હોલમાં ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ૧૦૮ના કમૅચારીઓ નું સન્માન 

આજ રોજ ૨ એપ્રિલ આંતરરાષ્ટ્રીય EMT Day તથા ભારતીય જનતા પાર્ટી ના સહયોગ થી  CPR ટ્રેનિંગ નો પ્રોગ્રામ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગરમાં કરવામાં આવ્યો. જેમાં શ્રી ગીરીશભાઈ રાજગોર મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ, ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, વડનગર શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી તથા ડીન શ્રી ડૉ.મનીષભાઈ તથા મેડિકલ કોલેજ સુપરિટેન્ડેન્ટ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, સાથે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા EMRI GREEN HEALTH SERVICE 108 ના પ્રોગ્રામ મેનેજર શ્રી જયેશભાઈ કરેના, ઇએમઇ શ્રી જૈમિન પ્રજાપતિ, શ્રી કમલેશ પુરોહિત સાહેબ તથા ઇએમટી પાયલોટ ના સહયોગથી સી પી આર ટ્રેનિંગ, ૧૦૮ ડેમોસ્ટ્રેશન, તથા ૧૦૮ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, અને જરૂરી માર્ગદર્શન આપી ઇએમટી ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું.

સાથે સાથે વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરી નવજાત શિશુઓને એમ્બ્યુલન્સમાં જ CPR તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી નવજીવન બક્ષ્યું હોય તેવા મહેસાણા પાટણ તથા બનાસકાંઠા જિલ્લાના ઈ એમ ટી અને પાયલોટ નુ સન્માન કરવામાં આવ્યું. મહેસાણા EMT રિના પટેલ, નિલમ ચૌધરી,ગીતાબેન તથા પાયલોટ વિક્રમભાઈ, પ્રવીણભાઈ દેવડા તથા રાજુભાઈ પ્રજાપતિ ને ગિફ્ટ તથા સર્ટીફીકેટ આપી કર્મચારી ઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ0/Post a Comment/Comments

Stay Conneted

Domain