માંડવી તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પકડાયેલ કી.રૂા.૫૬,૦૭,૦૧૫/- નો ઇગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો.

 માંડવી તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પકડાયેલ કી.રૂા.૫૬,૦૭,૦૧૫/- નો ઇગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો.

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ ઇગ્લીશ દારૂનો નાશ/નિકાલ  માટે સુચના કરેલ હોય જેથી રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ભુજ વિભાગ ભુજ નાઓએ માંડવી તાલુકાના પોલીસ સ્ટેશન જેમાં માંડવી, માંડવી મરીન, કોડાય અને ગઢશીશા પોલીસ સ્ટેશન નાઓએ કબ્જે કરેલ ઇગ્લીશ દારૂનો નાશ કરવા માટે નામદાર માંડવી કોર્ટમાંથી હુકમો મેળવવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને એ.જે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, માંડવી પોલીસ સ્ટેશન તથા આર.એસ.સોલંકી, ઇ.પોલીસ ઇન્સપેકટર, માંડવી મરીન પોલીસ સ્ટેશન તથા કે.એસ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, કોડાય પોલીસ સ્ટેશન તથા ડી.એન.વસાવા, પોલીસ ઇન્સપેકટર, ગઢશીશા પોલીસ સ્ટેશન નાઓએ પોતાના વિસ્તારમાં પકડાયેલ ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ કબ્જે રાખેલ છે તેના નામદાર કોર્ટમાંથી હુકમો મેળવેલ અને આજરોજ તા.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ પ્રાંત અધિકારીશ્રી, મુંદરા-કચ્છ નાઓની રાહબરી હેઠળ ઉપરોકત ચારેય પોલીસ સ્ટેશનનો દ્રારા કબ્જે કરવામાં આવેલ કી.ગ.૫૬,૦૭,૦૧૫/- નો ઇગ્લીશ દારૂનો એરસ્ટ્રીપની સામે, ખુલ્લા મેદાનમાં, કાઠડા તા.માંડવી-કચ્છ ખાતે નાશ કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરીમાં પ્રાંત અધિકારીશ્રી, મુંદરા કચ્છ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ભુજ વિભાગ ભુજ તથા નશાબંધી અને આબકારી ખાતાના ઇ. પોલીસ ઇન્સપેકટર તથા એ.જે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, માંડવી પોલીસ સ્ટેશન તથા આર.એસ.સોલંકી, ઇ.પોલીસ ઇન્સપેકટર, માંડવી મરીન પોલીસ સ્ટેશન તથા ડી.એન.વસાવા, પોલીસ ઇન્સપેકટર, ગઢશીશા પોલીસ સ્ટેશન તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain