બિદડા ગામના અનેક વિસ્તારોમાં પીવાનુ પાણી બંધ હોવાથી સ્થાનિક લોકો થયાં પરેશાન

 બિદડા ગામના અનેક વિસ્તારોમાં પીવાનુ પાણી બંધ હોવાથી સ્થાનિક લોકો થયાં પરેશાન

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના અનેક વિસ્તારોમાં પીવાનુ પાણી ઘણા દિવસો સુધી બંધ હોવાથી સ્થાનિક લોકો ને પરેશાની ભોગવવી પડે છે જયાર થી બિદડા ગામના મહિલા સરપંચ પદ પર બિરાજમાન થયા છે ત્યારથી બિદડા ગામની અનેક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે બિદડા ગામના અનુ સુચિત જાતીના વિસ્તારમાં ઘણા દિવસો થી પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ કરવામાં આવતું નથી અને બિદડા ગામના સભ્યોને પણ સ્થાનિક લોકો એ મૌખિક રજૂઆતો કરી છે છતાંય પણ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ કરવામાં આવ્યું નથી અને સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે બિદડના પાણીનાં ટાંકા પર રાત્રે અને સવારના વ્હેલી પરોઢે પ્રાઈવેટ પાણીના ટેન્કર ભરીને પાણીના ઓપરેટરોએ અન્ય જગ્યાએ વેચાણ કરી રહ્યા છે તો સ્થાનિક લોકોને પીવાનું પાણી કેમ મળતું નથી તે માટે સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે જો‌ પાણીની સમસ્યાનો ઉકેલ વ્હેલી તકે કરવામાં આવે નહીં તો અમે સ્થાનિક લોકો એ પાણી ના મટકા લઈને માંડવી તાલુકાના અધિકારીઓ પાસે જઈને બહિષ્કાર કરશું તેવું સ્થાનિક લોકો એ જણાવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain