પોકેટ કોપ સર્ચના આધારે ગણતરીના કલાકોમા નોકરચોરી ડિટેક્ટ કરી ચોરીમા ગયેલ મુદ્દામાલ ૧૦૦ ટકા રિકવર કરતી સામખીયાળી પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ જે.આર.મોથલીયા ભુજ કચ્છ તથા મહેન્દ્ર બગડીયા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અંતર્ગત સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓન માર્ગદર્શન હેઠળ વાય.કે.ગોહિલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી પોલીસ સ્ટેશનનાઓને બાતમી હકીકત મળેલ કે મહેન્દ્ર ઇશ્વરલાલ ઠક્કર રહે મુળ- ઘરાણા હાલે રહે-ગણપતી ચોક સામખીયાળી તા-ભચાઉ વાળાના અંબીકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉનમા ચોરીમા ગયેલ મુદ્દામાલ પડેલ છે જેથી પોકેટ કોપ સર્ચ આધારે મહેન્દ્ર ઇશ્વરલાલ ઠક્કરનુ સર્ચ કરતા અને સદરહુ ગોડાઉનમા તપાસ કરતા ચોરીમા ગયેલ મુદ્દામાલ ચોખાની બોરીઓ કુલ નંગ-૬૨૫ મળી આવેલ તેમજ આરોપી મહેન્દ્ર ઇશ્વરલાલ ઠક્કર પણ મળી આવેલ જેથી ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરેલ છે તથા પકડાયેલ આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે .
શોધયેલ ગુનો-સામખીયાળી પોસ્ટે ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૧૨૩૦૦૯૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૧
પકડાયેલ આરોપીનું નામ:- મહેન્દ્ર ઇશ્વરલાલ ઠક્કર ઉ.વ.૩૭ રહે-મુળ ઘરાના હાલે રહે-ગણપતી ચોક સામખીયાળી તા-ભચાઉ
- કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) ચોખાની બોરીઓ નંગ -૬૨૫ જેની કિ.રૂ.૨૫,૮૬,૭૦૯/- (૨)ટ્રેલર રજી.નં.GJ.12.AZ.3422 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- (૩)કંટેનર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- (૪)મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ. ૪૬,૦૬,૭૦૯/-
આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબ તથા પો.હેડ કોન્સ. ગેલાભાઇ શુક્લા, નરેશભાઇ રાઠવા,હરીસિંહ રાઠોડ તથા પો.કોન્સ. મહીપાલસિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા તથા અરવિંદભાઇ પ્રજાપતી નાઓ દ્વારા કરવામા આવેલ છ
Post a Comment