ભચાઉના વેપારીને વીડિયો કોલ આવ્યો અને અભદ્રતા શરૂ થઇ

 ભચાઉના વેપારીને વીડિયો કોલ આવ્યો અને અભદ્રતા શરૂ થઇ

કેટલાક વિકૃત મગજના લોકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયા કોઇ વ્યક્તિને ફસાવીને બ્લેકમેલ કરી રૂપિયા કમાવવા માટેનું સાધન બની રહ્યું છે ત્યારે આવો જ એક બનાવ ભચાઉના એક વેપારી સાથે બની ગયો જેમાં સતર્ક બની ગયેલા વેપારી પોતાનો ચહેરો ન દેખાય તે માટે અંધારામાં રહ્યા હતા અને છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા હતા.

શહેરના વેપારીને સવારના 10 વાગ્યાથી કોઈ અજાણ્યા મોબાઇલ નંબર પરથી હાય-હેલોના મેસેજ શરૂ થયા હતા. રાત્રે દસ વાગ્યા બાદ ‘આપ મેરે કો વિડીયો કોલ કરે’ એવો મેસેજ આવ્યો હતો. વેપારીએ તેને નજર અંદાજ કર્યો હતો પરંતુ રાત્રિના બાર વાગ્યા દરમ્યાન ફરી એ અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવતાં વેપારી પથારીમાં બેઠા થઈ ગયેલા વેપારીએ વિડીયો કોલ રીસીવ કરતા સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો અને ‘આપકે રૂમ કી લાઇટ ચાલુ કરે’ એમ કહેવાયું હતું.

આ તકે વેપારીને તરત કંઈક ખોટું થઈ રહ્યું હોવાની ગંધ આવી હતી એ દરમિયાન વિડીયો કોલ કરનારી એક મહિલા પોતાના શરીર પરથી વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું હતું. સજાગ વેપારીએ ઝડપથી વિડીયોકોલ કાપી સાથે નંબર બ્લોકમાં કરી દીધો હતો. જેના કારણે બ્લેકમેલ કરવાની મુરાદ સાથે કરાયેલા આ કોલ પાછળ થનારી લાખો રૂપિયાની ઠગાઈ થતાં અટકી હતી. લાલબત્તી ધરતા આ બનાવ પરથી બોધ લઇને કોઇ અજાણ્યા વિડીયો કોલની છેતરામણી અને લોભામણી લાલચમાં લોકો ન ફસાય તે જરૂરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain