ભચાઉ કચ્છ ના ભચાઉ ના વાઢિંયા ગામમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજ્યંતી ધામ ધુમ થી ઉજવણી કરાઇ
મહામાનવ, ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નો કાર્યક્રમ ખુબ જ ઉત્સાહ પૂર્વક સંપૂર્ણ ગામમાં રેલી તેમજ પ્રબોધન સાથે ઉજવવા માં આવ્યો.
સવારે 9 વાગ્યે ડી.જે. સાઉન્ડ સાથે આંબેડકર ભવન થી રેલી ની શરૂઆત કરવામાં આવી. જેમાં રેલી ની પ્રસ્થાન વાંઢીયા સરપંચ શ્રી કૃષ્ણદેવ સિંહ જાડેજા દ્વારા કરવામા આવ્યુ હતુ. સાથે વશરામ ભાઈ સોલંકી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભચાઉ તાલુકા પંચાયત તથા કપીલભાઈ સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં યુવાનો, મહિલાઓ, બાળકો, સરકારી કર્મચારીઓ, સ્થાનિક તેમજ આજુ-બાજુ ગામ તથા ભચાઉ-રાપર તાલુકા ના બહોળી સંખ્યા માં એસ.સી., ઓબીસી, તેમજ મુસ્લિમ સમુદાય ના લોકો જોડાયા હતા.
![]() |
પ્રબોધન કાર્યક્રમ માં રમેશભાઈ પરમાર, કેશવભાઈ મચ્છોયા, પ્રવીણભાઈ મચ્છોયા તેમજ અન્ય વક્તાઓ દ્વારા બાબાસાહેબ આંબેડકર ની જીવન સંદેશ ને લઈને ખુબ સારું એવુ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન શૈલેષભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે સમૂહ ભોજન લઈને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી.
Post a Comment