કાનમેરમાં દવાની અસર થતાંખેડૂતનું મોત પરિવારમાં માતમ છવાયો

કાનમેરમાં દવાની અસર થતાંખેડૂતનું મોત પરિવારમાં માતમ છવાયો 

રાપર તાલુકાના કાનમેરમાં ખેતરમાં જંતુનાશક દવા છંટકાવ કરી રહેલા ખેડૂતને ઝેરી અસર થતાં જીવ ગુમાવ્યો હોવાની ઘટના ગાગોદર પોલીસ મથકે નોંધાઇ છે.

કાનમેર રહેતા 36 વર્ષીય ખેડૂત કરશનભાઇ જેશાભાઇ સોલંકી ગુરૂવારે સવારે દસ વાગ્યાના અરસામાં પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે તેમને આ ઝેરી દવાની અસર થતાં તેમના ભાઇ ડાહ્યાભાઇ જેશાભાઇ સોલંકી પલાંસવા સીએચસી લઇ ગયા હતા પરંતુ કરશનભાઇએ દમ તોડતાં તબીબે ગાગોદર પોલીસને જાણ કરતા પીએસઆઇડી.આર. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain