બનાસકાંઠાના ડીસામા તેલ મિલમાં ફૂડ એન્ડ ડ્રક્સ વિભાગના દરોડા , શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલ્યા

 બનાસકાંઠાના ડીસામા તેલ મિલમાં ફૂડ એન્ડ ડ્રક્સ વિભાગના દરોડા , શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલ્યા

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળ યુક્ત ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થતું હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. તેમજ એક જાગૃત નાગરીકે ભેળસેળ યુક્ત તેલનું વેચાણ થતું હોવાની લેખિત ફરિયાદ કરી હતી. જે અંતર્ગત ડીસા શહેર મામલતદાર એસ.ડી બોડાણા, પુરવઠા મામલતદાર ઈશ્વરલાલ પટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એન.પી.ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક દરોડા પાડ્યા હતા.ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને લક્ષ્મીબેન દ્વારા ઓઇલ મીલમાંથી શંકાસ્પદ સરસીયું અને સોયાબીન તેલના સેમ્પલ લઈ સીલ કરાયા હતા. સિલ કરેલા સેમ્પલ પરીક્ષણ માટે તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે મામલતદાર અને પુરવઠા વિભાગે પણ આ મામલે તપાસ હાથ ધરી હતી. આજે ડીસા શહેર મામલતદાર અને વિભાગના સંયુક્ત દરોડાથી અન્ય કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain