પોકેટ કોપ સર્ચના આધારે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ બાળકીને તેના વાલી વારસ સાથે મેળાપ કરાવતી સામખીયારી પોલીસ

 પોકેટ કોપ સર્ચના આધારે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ બાળકીને તેના વાલી વારસ સાથે મેળાપ કરાવતી સામખીયારી પોલીસ

શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ બાળકોને શોધી કાઢી વાલી વારસ સાથે મેળાપ કરાવવા આપેલ સુચના અંતર્ગત શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ

શ્રી વાય.કે.ગોહિલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી પોલીસ સ્ટેશનનાઓને પશ્ચિમ કચ્છ-ભુજ મુંદ્રા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદી સાહેબનાઓએ જણાવ્યા મુજબ મુંદ્રા થી કેરા બળદીયા સગા સબંધીના ઘરે જવાનુ કહી એક સોળ વર્ષની બાળકી ઘરેથી નિકળી ગયેલ છે તેમજ આ બાળકી પાસે મોબાઇલ ફોન છે જેનુ લોકેશન આપતા સામખીયારી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.નાઓએ આ બાબતે તુરંત ગંભીરતા લઇ પોકેટકોપ સર્ચના આધારે લોકેશન પર સ્ટાફ્ના માણસો મોકલતા આ બાળકી મળી આવેલ બાદ મુંદ્રા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એચ.એસ.ત્રીવેદી સાહેબને આ બાબતે જાણ કરતા તેઓશ્રીએ તેમના વાલી વારસને સામખીયારી પો.સ્ટે.ખાતે મોકલી આપતા સામખીયારી પો.સ્ટે.ખાતે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ બળકીને તેના વાલી વારસને સોંપવામા આવી.

આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે - રીપોર્ટ બાય - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain