વિદ્યાર્થિનીઓને સશત્રદળોમાં જોડાવાનાં આહ્વાન સાથે માર્ગદર્શન

 વિદ્યાર્થિનીઓને સશત્રદળોમાં જોડાવાનાં આહ્વાન સાથે માર્ગદર્શન

ગાંધીધામ, અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની મહિલા પાંખ દ્વારા સૈન્યના અધિકારીઓના સહકાર સાથે સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થિનીઓને ભારતીય સશત્ર દળોમાં જોડાવાના આહવાન સાથે જરૂરી માર્ગદર્શન અપાયુ હતું. ભારતીય સશત્ર દળ વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી' સેના ધરાવે છે. સમયના બદલાવ સાથે સંરક્ષણમાં યુવતીઓની ભાગીદારી આવકાર્ય બની જાય છે તેવુ જણાવીને ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ગાંધીધામ મીલીટ્રી સ્ટેશનના લેફટેનન્ટ કર્નલ દિપક હાંડાએ પાવર પોઈન્ટના માધ્યમ થકી વિગતો આપતા જણાવ્યુ હતુ કે સશત્ર દળમાં જોડાવવા માંગતી કોઈ પણ યુવતીઓને વાસ્તવિકતાનો ખ્યાલ નહીં હોય પંરતુ જીંદગીના આગામી 10 વર્ષો લાઈફ ચેન્જંગ રહેશે. તમામ સ્વપ્નોને હકીકતમાં પરીવર્તીત કરવા માટે આયોજન, સખ્ત મહેનત, અમલ કરવાનો આત્મવિશ્વાસ સાથે નકકી કરશો ત્યારે જ તેમ શું કરવા માંગો છો અને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી તે નકકી થશે. વધુમાં તેમણે શિસ્ત, જવાબદારી, ગંભીરતા અને ઈચ્છાશકિત અંગે માર્ગદર્શન આપ્યુ હતું. લેફટેનન્ટ કર્નલ વિશ્વામિત્ર કુશવાહે સશત્ર દળોમાં' જોડાવવા ઈચ્છુકોને પસંદગી પ્રક્રિયા, શિસ્ત, નેતૃત્વ, સાહસ, ઉચ્ચભ્યાસ અર્થ મળનારી તકો' સાથે' પારીવારીક સગવડતા અને સુરક્ષા અંગે પ્રકાશ પાડયો હતો. આ વેળાએ તેમણે નિ: સ્વાર્થ ઉદારતા, પ્રમાણિકતા, નિડરતાના વિચારો રજૂ કર્યા હતા. વર્ષ 2020થી ભારતીય સશત્ર દળોમાં મહિલાઓની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. હવે તેઓ ફકત તબીબી ક્ષેત્ર કે સૈનિક' તરીકે જ નહીં પરંતુ સેનામાં પાઈલોટ, કમાન્ડ પોસ્ટીંગ તરીકે' જોડાઈ શકે છે તેવો ઉલ્લેખ આ વેળાએ થયો હતો.

સંચાલન કરતા ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ કહયુ હતુ કે એન. સી. સી. ની' ખાસ યોજના કે અગ્નિવીર યોજનાથી પ્રવેશ મેળવી શકાશે. આર્મી, એર ડીફેન્સ, સિગ્નલ્સ એન્જીનિયર્સ, આર્મી એવીએશન, ઈલેકટ્રોનિકસ કેમિકલ એન્જીનિયર્સ, ઈન્ટેલીજન્સ કોર્પ્સ ઉપરાંત જજ અને એડવોકેટ કે આર્મી એજયુકેશન કોર્પ્સના પ્રવર્તમાન પ્રવાહોમાં' જઈ શકાય છે. આ વેળાએ દિલ્હી પબ્લીક સ્કુલ, કાકુભાઈ પરીખ, સેવી ઈન્ટરનેશનલ, અમરચંદ સિંઘવી ઈન્ટરનેશનલ સ્કુલ, ભચાઉની ગર્લ્સ કેડેટની 400 જેટલી છાત્રાઓ' ઉપસ્થિત રહીને વિગતો મેળવી હતી. ચેમ્બરના ઉપપ્રમુખ આદિલ શેઠના, ખજાનચી હરીશ માહેશ્વરી, જગદીશ નાહટા, મમતા આહુજા, પ્રિતી મુન્શીયાણી સહિતના ઉપસ્થિત રહયા હતા. સંચાલન સુરભી આહીરે તથા આયોજનમાં મહિલા પાંખના કન્વીનર રાખી નાહટા, સહકન્વીનર અસ્મિતા બલદાણીયા, જાગૃતિ ઠકકર વિગેરેએ આયોજનમાં સહકાર આપ્યો હતો- રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain