ભીમાસર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.

  ભીમાસર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.

રાપર તાલુકાના ભીમાસર ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ અને GRCA ગુજરાત દ્વારા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ હોલ ખાતે રાપર તાલુકાના 24 ગામના રાજપૂત સમાજના દીકરા અને દીકરો માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.જેમાં ધોરણ 10 પછી અને 12 પછી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે મૂંઝવતા પ્રશ્નો અને યોગ્ય માર્ગદર્શન દ્વારા કયા વિભાગમાં જવું જોઈએ અને તેના વિશે અલગ અલગ તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવી હતી 

જેમાં ડૉ અરવિંદસિંહ કટારીયા દ્વારા ધોરણ 10 પછી ક્યાં ફિલ્ડમાં જવું અને ક્યાં ક્યાં કોર્ષ આવે છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.તેમજ વિક્રમસિંહ પરમાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે અને ક્યાં ફિલ્ડમાં જવું હોય તો શું કરવું જોઈએ તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને સાથે સાથે યુવાનોને રાજપૂત ક્ષત્રિય સમાજને શોભે એવા સંસ્કારોનું પાલન કરવું જોઈએ તેના ઉપર ખાસ ભાર મૂક્યો હતો.


તેમજ ડૉ ગોવિંદસિંહ રાઠોડ સાહેબ ડાયરેક્ટર DRDA ભુજ કચ્છ દ્વારા યુવાનોને મનોબળ મજબૂત બને અને નાસીપાસ ન થાય અને ગેરમાર્ગે ન દોરાય અને વ્યસન મુક્તિ અને મજબૂત મનોબળ અને વિવિધ સામાજિક પાસા ઉપર માર્ગદર્શન આપ્યું હતું. ડો અવનીબા મોરી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહીસાગર દ્વારા સ્ત્રી શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો હતો.અને સાથે સાથે સંસ્કારોનો સિચન અને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સામાજિક મુદ્દાઓ અને ધોરણ 12 પછી અને કોલેજ પછી શું કરવું જોઈએ તે વિશે માહિતી આપવામાં આવી હતી. 

આ ઉપરાંત બાબુજી મોરી ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા સમાજને ઉપયોગી વિષયો પર માહિતી આપવામાં આવી હતી અને બોરાણા સાહેબ દ્વારા GRCA સંસ્થા વિશે અને ઈતિહાસ અને રાજપૂત સમાજનો ઈતિહાસ વિષય પર માહિતી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં GRCA દ્વારા તૈયાર કરેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સાથે વડીલોને કર્મનો સિદ્ધાંત પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું હતું.

તેમજ GRCA દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે તે માટે રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી 51 હજાર પુસ્તકો માટે GRCA ને ભેટ આપ્યા હતા. આ પ્રોગ્રામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વાગડના પ્રમુખશ્રી દેવાજી ડોડીયા તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રાવથરના મંત્રી શ્રી વેલજીભાઈ દહિયા તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ મુંબઈના પ્રમુખશ્રી અમરસિંહ વેણ તેમજ મંત્રીશ્રી મેઘજીભાઈ પરમાર તેમજ ભીમાસરના સરપંચ શ્રી રામજીભાઈ સોલંકી તેમજ પૂર્વ સરપંચ શ્રી કુંભાજી સેલોત તેમજ વાવ થરાદ પરગણામાંથી પધારેલા મુળજીભાઈ ગોહિલ, હિંદવાણી સમાજમાંથી પધારેલા શ્રી ડૉ ઉદયસિંહ,વનાજી રાજપૂત, તેમજ ગાંધીધામ શિક્ષણ સમિતિના તમામ સભ્યો તેમજ ગાંધીધામ આદિપુરની ડૉ ગોવિંદસિંહ ખેર, ડૉ વખતસિંહ રાજપૂત, સુખદેવસિંહ અસવાર તેમજ રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના વિવિધ હોદેદારો અને રાજકીય આગેવાનો અને સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતસિંહ પરમાર, મોહનભાઈ બારડ,રામભાઈ બારડ,નશાભાઈ દહિયા,રતનભાઈ ગોહિલ વિશાલસિંહ મકવાણા, ભીખુજી સોલંકી, બળદેવસિંહ પરમાર,નવીનજી મકવાણા, ભરતસિંહ લોડાણી,નટવરસિંહ, કાંતિસિંહ મકવાણા, નરેશસિંહ ગોહિલ, મહેશસિંહ પરમાર, હસમુખસિંહ ગોહિલ, વજાજી સોઢા,જગદીશસિંહ મકવાણા, લાલાભાઈ સોલંકી, ભાવેશસિંહ નાડોદા,ભરતસિંહ રાધાણી,રામભાઇ પરમાર તેમજ 24ગામના દરેક ગામમાં જવાબદારી આપેલ વ્યક્તિઓ એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રભુજી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ રામજીભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain