રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક ખાતે પોલીસ મિત્રો ની બેઠક યોજાઈ

 રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક ખાતે પોલીસ મિત્રો ની બેઠક યોજાઈ

રાપર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર તથા પોલીસ કર્મચારીઓ એ સરહદી વિસ્તાર ના પોલીસ મિત્રો ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ વિભાગના અખંડ ભારત અભિયાન હેઠળ પોલીસ મિત્રો ની બેઠક યોજાઈ હતી જેમાં પીએસઆઇ ખાચરે ઉપસ્થિત પોલીસ મિત્રો ને જણાવ્યું હતું કે આ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બોર્ડર આવેલ બોડરના ગામ જાટાવાળા ધબડા બેલા શિવગઢ મોવાણા બાલાસર રાસાજી ગઢડા શીરાની વાંઢ લોદરાણી આવેલ છે સરહદી વિસ્તાર મા શંકાસ્પદ હાલતમાં ફરતા વ્યક્તિઓ તથા ગેર કાયદેસર ની પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક પોલીસ ને જાણ કરી માહિતગાર કરવા અંગે પોલીસ મિત્રો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરેલ.

(1) સ્ત્રીઓ,બાળકો,અને વૃદ્ધો સાથે થતુ શોષણ કે અન્યાય ન થાય તેવી તકેદારી રાખવા તથા તે અંગેની માહિતી પોલીસ ને મેળવવા મદદરૂપ થવું. (2) સિનીયર સિટીઝન ને મદદરૂપ થવું. (3) પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવુતિ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવી. (4) કુદરતી આપત્તિ મા લોકોને મદદ કરવી. (5) ટ્રાફિક કામગીરીમા મદદ કરવી. (6) પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો  તાત્કાલિક પોલીસ ને જાણ કરવી. (7) લોકોમાં પોલીસ પ્રત્યે હકારાત્મક અભિગમ ઊભો થાય તેવા તમામ પ્રયત્નો કરવા તે અંગે માહિતી આપી હતી બેઠક મા  જયંતીભાઈ રાઠોડ બાલાસર પરબતભાઈ રાજપૂત નાગપુર પ્રદીપભાઈ પરમાર, શિવગઢ  મુકેશભાઈ મકવાણા જોધરાઈવાંધ , વિજયભાઈ સોલંકી ગઢડા.રાજેશભાઈ  જાટાવાડા વિગેરે હાજર રહ્યા એએસઆઇ દલસિંગ કાનાણી જોઇતા ભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain